________________
બેવડાયા વગર નહિ રહે. જેઓ આ સંસારમાં સંયમનાં કષ્ટો વેઠી લે છે તેને દુઃખ ભોગવવા માટે નરકાદિગતિમાં જવું પડતું નથી. જેઓ અહીં દુઃખને હડસેલો મારે તેમને એ દુઃખ ભોગવવાનો વારો નરકાદિગતિમાં આવવાનો. સ્વાધીનપણે જે દુઃખ વેઠી લે તેને પરાધીનપણે દુ:ખ વેઠવાનો અવસર નથી આવતો. જેઓ સ્વાધીનપણે દુઃખ વેઠતા નથી તેઓને પરાધીનપણે દુઃખ વેઠવાનો અવસર આવશે જ.
સઆ ગણિતમાં કોઈ ફેરફાર ન થાય ?
આ ગણિત તમારું-અમારું નથી. કેવળજ્ઞાનીઓએ કેવળજ્ઞાનથી જોઈને ભાખેલું છે, શાસ્ત્રના પાને અંકાયેલું છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલા અધ્યયનમાં જણાવ્યું છે કે
वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहिं दम्मन्तो बन्धणेहिं वहेहि य ॥१-१५॥
સંયમ અને તપ વડે હું જાતે જ મારા આત્માનું-અપ્રશસ્ત કષાયોનું અને ઈન્દ્રિયોનું- દમન કરી લઉં એ સારું છે. અન્યથા નરક-તિર્યંચગતિમાં વધ અને બંધન દ્વારા બીજા મારા આત્માનું દમન કરશે. બીજા બંધન કરે એના કરતાં હું જાતે જ ન કરી લઉં?' સુખનો રાગ મારવા અને દુ:ખનો દ્વેષ ટાળવા માટે ભગવાને બે ઉપાય બતાવ્યા છે : સંયમ અને તપ. પાંચે ઈન્દ્રિયોના વિષયોના ભોગવટાનો સંયમ કરવાના કારણે સુખનો રાગ મરવા માટે અને અનશનાદિ બાર પ્રકારનો તપ કરવાના કારણે દુઃખ કોઠે પડવા માંડે તેથી દુઃખનો દ્વેષ જતો રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org