________________
સ૦ સુખ આવ્યે જીવિતવ્ય વાંધ્યું, દુ:ખ આવ્યે મરણ વાં-એવી હાલત હોય તો શું કરવું ?
આવેલું સુખ પણ છોડવા માટે તૈયાર થઈ જવું. જીવવું કે મરવું એ આપણા હાથની વાત નથી, સુખ છોડી દેવું અને દુ:ખ વેઠી લેવું એ આપણા હાથની વાત છે. મન થાય કે ન થાય, કર્યા વગર ચાલે એવું નથી. સુખ આવે કે દુ:ખ આવે, સુખની લાલચ મારીને દુ:ખની નફરત કાઢીને ધર્મ કરવા લાગી જવું છે. સ૦ દુ:ખમાં ધર્મ નથી સૂઝતો !
દુ:ખ ટાળવાનું મન છે માટે નથી સૂઝતો, બાકી તો દુ:ખમાં સહેલાઈથી ધર્મ સૂઝે છે. વર્તમાનનું દુ:ખ નથી ટાળવું, કાયમનું દુ:ખ ટળી જાય માટે પાપ ટાળવું છે, કર્મ ટાળવું છે આટલું સમજાઈ જાય તો અસહ્યદુ:ખમાં પણ ધર્મધ્યાન અવિચલ રહે છે. ગજસુકુમાલમુનિને સોળ વરસની ઉંમરે માથે સઘડી મુકાઈ, છતાં ધ્યાન ન ગયું. કયા કુળમાં તે જન્મેલા ? કૃષ્ણવાસુદેવના કુળમાં. એમનો સંસાર કેવો હશે ? સુખમય જ ને ? છતાં એ સંસાર દુ:ખથી ભરેલો લાગ્યો, અટારો લાગ્યો તો કાયાની માયા મૂકી દીક્ષા લીધી ને પહેલા જ દિવસે સ્મશાનમાં ચાલી નીકળ્યા. ભગવાને અનુમતિ પણ આપી, માથે સઘડી મુકાશે એમ ચેતવ્યા ય નહિ. ગજસુકુમાલમુનિ પોતે પણ માથે અંગારા ચંપાયા પછી ‘દુ:ખ પડે છે' એના બદલે ‘કર્મ ટળે છે’- એ ભાવનામાં ચઢયા તો કેવળજ્ઞાન પામી મુક્તિએ પહોંચ્યા. કૃષ્ણ મહારાજા અને દેવકી માતાને ખબર પડી ત્યારે શું થયું હશે ? પહેલા જ દિવસે સ્મશાનમાં કેમ જવા
100000 Y: 00000000
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org