SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા એવો વાંધો ઉઠાવ્યો હશે ? મોહના કારણે આંખમાં આંસુ આવે એ બને પરંતુ હૈયે તો સમતાપૂર્વક ઉપસર્ગ સહી મુક્તિએ પહોંચ્યાનો આનંદ જ હોય ને ? સ૦ એ બધા પરિણામને જોનારા હતા. તો તમે વર્તમાન સામે દૃષ્ટિ સ્થિર કરી કેમ બેસી રહ્યા છો ? આપણે પણ એ મહાપુરુષોના કુળમાં જ જન્મ્યા છીએ ને ? જે શાસન એમને મળ્યું હતું એ જ આપણને મળ્યું છે. જે શાસનને પામી એ મહાપુરુષો કેવળજ્ઞાન પામી મોક્ષે પહોંચી ગયા એ શાસનને પામી આપણે સમ્યક્ત્વ પણ મેળવી ન શકીએ ? ચારિત્ર પણ ન મેળવી શકીએ ? પોતાના આત્માના આઠે પ્રકારનાં કર્મોને દૂર કરાવી આપે એવું શાસન મળ્યા પછી દુ:ખથી ભાગ્યા કરે અને પુણ્ય માટે દોડાદોડ કર્યા કરે એ બુદ્ધિમાનનું લક્ષણ છે ? ચારિત્ર માટે પુણ્ય જોઈતું હોય તો હજુ નભાવાય, પણ સંસારમાં સુખી થવા માટે પુણ્યની જરૂર હોય તો કેમ નભાવાય ? પુણ્યથી મળતા સુખ ઉપરથી નજર ખસ્યા વગર સમ્યગ્દર્શન પણ મળતું નથી તો ચારિત્રધર્મ ક્યાંથી મળે ? એ મહાપુરુષો પરિણામને જોનારા હતા તો આપણે પણ પરિણામને જોનારા થવું છે, વર્તમાનના સુખ-દુ:ખમાં મૂંઝાવું કે અકળાવું નથી. સુખ જોઈતું નથી, દુ:ખ આવતું હોય તો ભલે આવતું, અનુકૂળતા આપતા હોય તોય નથી જોઈતી, પ્રતિકૂળતા આપતા હોય તો લઈ લેવી છે : આ અધ્યવસાય આત્મસાત્ કરવો છે. જરૂર પડે તો અનુકૂળતા આપનાર સામે ડક થઈશું તો વાંધો નહિ પણ પ્રતિકૂળતા આપનારને ખખડાવવા નથી. Jain Education International [૪૭] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy