SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે : સાધુભગવન્તો માટે આધાર્મી આહાર કોઈ બનાવતું હોય એની સાધુને ખબર પડે તો તરત જ જઈને તે ગૃહપતિને કડક શબ્દોમાં કહે કે તમે અમારા માટે આહાર બનાવશો નહિ, જો તમે અમારા માટે રાંધશો તો તેમાંથી અમે કશું જ નહિ વહોરી જઈએ, પછી પાછળથી તમને એમ ન થાય કે સાધુભગવત્તે કશું વહોર્યું નહીં.' પ્રતિકૂળતાને, પ્રતીકાર ક્યા વગર સહેનાર સાધુભગવન્તો અનુકૂળતાને આ રીતે હડસેલો મારે. તમારે સાધુ થવું છે ને ? તો અહીંથી શરૂઆત કરવા માંડો. સ, સુખમાં છકી ન જવું. ના ભાઈ ના. સુખ છોડી દેવું છે. સુખમાં છકી ન જવાની વાત કરી-કરીને સુખ ભોગવવાનો પરવાનો મેળવવાનું કામ અત્યાર સુધી કર્યું છે. હવે તો સુખ છોડવાથી જ શરૂઆત કરવી છે. સવ આ તો હજુ અભ્યાસદશા છે ને ? ક્યાં સુધી અભ્યાસ કરશો ? છોકરાના છોકરા ભણી ઊડ્યા તોય તમારો અભ્યાસ પૂરો નથી થયો ? સૂર્યાસ્ત થાય ત્યાં સુધી રસોઈ કરવાનો અભ્યાસ કર્યા કરે તે ખાવા પામે કે કરેલી રસોઈ ફેંકવાનો વખત આવે ? મળેલું થોડું-ઘણું સુખ ભોગવવામાં અને નહિ મળેલા સુખની ઝંખનામાં જિંદગી પૂરી થવા આવી, હજુય ચેતવું નથી ? આ મનુષ્યભવ આમ જ વેડફી નાંખવો છે ? આપણે કોના શાસનમાં જન્મ્યા ને કેવા ગુરુને પામ્યા ? જેમણે સુખ સામે કરડી નજર કરી અને દુઃખ સાથે દોસ્તી કરી, આવા પૂરા કાળમાં પણ શાસનની રક્ષા અને પ્રભાવના કરી આપણા જેવા સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy