________________
ઉચ્છેદનો પરિણામ હોવા છતાં તે પરિણામ વગર કે તે પરિણામ લાવવાની ભાવના વગર અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો કર્યે રાખે, તેનું શું ફળ મળે ? સંસારને છોડવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી ધર્મ કરવાની ઉતાવળ નકામી છે. ધર્મની તાત્વિક ઈચ્છા વગરનાને ધર્મ આપવાના કારણે આજે ધર્મની વિટંબણા શરૂ થઈ છે. જેને ખાવાની ઈચ્છા ન હોય તેને ખાવા આપીએ તો તે ઊલટી જ કરે ને ? માટે સાચા ધર્મદેશકો ધર્મ કરાવવાની ઉતાવળ ન કરતાં ભવની નિર્ગુણતાનું ભાન કરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. સંસારની સાધના અને મોક્ષની સાધના સાથે ન ચાલે. સંસારની ઈચ્છા મરે, પછી મોક્ષની, ધર્મની ઈચ્છા જાગે. શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન જેના હૈયે વસ્યું હોય તેને આ સંસાર અકારો લાગે, કારાગૃહ જેવો લાગે. સંસારને અને શાસનને બાપજનમનું વેર છે. સંસાર હૈયામાં રાખીને આવે તેને શાસન ન અપાય.
સવ અહીં આવનારા તો સંસારની ઈચ્છાવાળા ન હોય ને ?
એવું એકાન્ત નથી. અહીં આવનારા બધા સંસારની અરુચિવાળા હોય છે એવું ન માનતા.’ એમ અમારા આચાર્યભગવન્ત અમને કહેતા. અહીં આવનારા એવા પણ મળે કે-મોટાના સેવક થઈએ તો સમાજમાં મોભો મળે, સંસારમાં બરાબર ગોઠવાઈ જાય ને ધરમનો ધરમ થાય. આવાઓને ધર્માત્મા માનવાની ભૂલ ન કરાય. ધર્માત્મા તો તેને કહેવાય કે જે સંસારના સુખથી ભાગતો ફરે. સંસારના સુખ માટે ધમપછાડા કરે તે ધર્માત્મા ન હોય. અનુકૂળતા શોધવા નથી નીકળવું અને પ્રતિકૂળતા આવે તો ટાળવી નથી : આ શાસનની આરાધનાનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org