________________
કારણ એ જ માનવું પડે કે મોક્ષે જવાની, સંસારનો ઉચ્છેદ કરવાની ઈચ્છા નથી. શાસ્ત્રકારો કહે છે કે “ભવોર્જ વાહન, થરા ૩છે યાત્... ?' (આ સંસાર દુ:ખથી ગહન-વ્યાપ્ત છે, તેનો ઉચ્છેદ કઈ રીતે થાય ?) આ ભાવનાથી ધર્મની શરૂઆત થાય છે. પહેલાં સંસારની જિહાસા જાગે, પછી સંસારોચ્છેદના ઉપાયની જિજ્ઞાસા જાગે અને ત્યાર બાદ તે ઉપાયના સેવનની ચિકીષ જાગે. જિહાસા(હાનિષ્ઠT) એટલે છોડવાની ઈચ્છા. જિજ્ઞાસા (જ્ઞાતુમિચ્છા) એટલે જાણવાની ઈચ્છા અને ચિકીર્વા (વર્તમચ્છ) એટલે કરવાની ઈચ્છા. પહેલાં સંસારના ઉચ્છેદની ભાવના જાગે પછી ધર્મ જાણવાની ઈચ્છા જાગે અને પછી ધર્મ કરવાનું મન થાય, તેને ધર્મની તાત્વિક ઈચ્છા કહેવાય છે. વર્તમાનમાં ભવની ગહનતા અને દુઃખપ્રચુરતાનું પરિભાવન ક્યાં વિના ધર્મ કરવાની શરૂઆત કરવાના કારણે પરિણામ સારું નથી આવતું. આજે તાપૂરણ નિમિત્તે, પ્રતિષ્ઠા-અંજનશલાકા નિમિત્તે, દીક્ષા-વડી દીક્ષા નિમિત્તે, દીક્ષાતિથિ-સ્વર્ગતિથિ નિમિત્તે ઉત્સવ કરનારા મળે ? પરંતુ સંસારના ઉચ્છેદનો પરિણામ આજે જાગ્યો છે. એ નિમિત્તે ઉત્સવ કરનારા મળે ? તમે વરસોથી ધર્મ કરો છો ને ? સંસારના ઉચ્છેદનો પરિણામ તમને ક્યારે જાગ્યો ? જાગ્યો હોય તો તેને ટકાવ્યો ? ન જાગ્યો હોય તો તેનું દુઃખ થયું ? કોઈ ગુરુભગવન્ત પાસે જઈને ફરિયાદ કરી ખરી કે “સાહેબ, વરસોથી ધર્મ કરું છું પણ હજુ સંસારનો રસ ઘટ્યો નથી, સંસારનો ઉચ્છેદ કરવાનો પરિણામ જ આવતો નથી !' ? બધાં ધર્માનુષ્ઠાનના મૂળમાં આ સંસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org