________________
સુખનો રાગ અને દુઃખનો દ્વેષ પાપરૂપ છે, એ રાગદ્વેષને પુષ્ટ કરનાર આશય પણ પાપરૂપ છે અને એ આશયથી ભગવાનનું વચન માનવું એય પાપરૂપ છે. ભગવાનનું વચન ભગવાને કહેલા આશયથી માનવું તે વચનની શ્રદ્ધા. માત્ર ક્રિયાની કે કોરી શ્રદ્ધાની ભગવાનના શાસનમાં કોઈ કિંમત નથી. આશય શુદ્ધ હોય તો ક્રિયા કે શ્રદ્ધા માર્ગાનુસારી કહેવાય. આશય ફિરે એટલે ક્રિયા એની એક હોવા છતાં પણ ફળપ્રાપ્તિમાં ભેદ(ક) પડ્યા વિના ન રહે. અનાદિકાળથી આપણે આ સંસારમાં રખડી રહ્યા છીએ-તે, ધર્મ કર્યો નહિ માટે નહિ, ધર્મ જે આશયથી કરવાનો હતો તે આશયથી ન ર્યો માટે. તમે તપ કરો તો શા માટે કરો ? આહારસંશા મારવા માટે કે તપસ્વી કહેવડાવવા માટે ? માત્ર આહારનો ત્યાગ કરવો તે તપ નથી, ભગવાને બતાવેલા આશયથી આહારનો ત્યાગ કરવો તે તપ. ભૂખ ન લાગી હોય માટે ન ખાવું-તે તપ નહિ, ભાવતું ન હોય માટે ન ખાવું-એ તપ નહિ, ગુસ્સો આવવાના કારણે ન ખાવું-એ તપ નહિ, તપના કારણે શરીર સારું રહે છે માટે ન ખાવું-એ તપ નહિ, તપ કરવાથી આ ભવમાં માનસન્માન અને પરભવમાં વિપુલ સંપત્તિ મળે, માટે આહારનો ત્યાગ કરવો એ તપ નથી. તપ કરવાના કારણે આહારની લાલસા મરે છે અને આઠે કર્મની નિર્જરા દ્વારા અણાહારીપદ મળે છે : એ આશયથી આહારનો ત્યાગ કરવો તેનું નામ તપ.
પરમાત્માના પ્રત્યેક વચનમાં સામર્થ્ય છે કે આપણા રાગદ્વેષની પરિણતિને દૂર કરે. ભગવાનની વાત જેટલી યાદ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org