________________
સીધા રસ્તે ય ન ચાલે. તેથી જ જેને મોક્ષે જવું છે અને સંસારમાં રહેવું જ નથી તેના માટે આ અવરોધોની ચિંતા છે. જેના કારણે, સમ્યકત્વ મળ્યા પછી પણ સર્વવિરતિ પામી શકાતી ન હોય અને મળેલું સમ્યકત્વ પણ ગુમાવવાનો વખત આવતો હોય એ ઉત્થાનદોષને આપણા જીવનમાંથી વહેલામાં વહેલી તકે નાબૂદ કરવો છે. ઉત્થાનદોષવાળી દીક્ષા પણ ન નભાવાય તો ઉત્થાનદોષથી દૂષિત ગૃહસ્થપણાની ક્રિયાઓ તો ક્યાં લઈ જશે એ વિચારી જેવું. આજે નહિ તો કાલે આ દોષને વિદાય આપ્યા વગર લોકોત્તરમાર્ગમાં પ્રવેશ નહિ જ મળે-એ યાદ રાખવું. ૫. ભાન્તિ :
પાંચમો દોષ ભ્રાન્તિ નામનો છે. ભાનિ એટલે ભ્રમ. જેને ભ્રમ થાય તેને જે વસ્તુ જેવી હોય તેવી ન દેખાતાં જુદી દેખાય. ભ્રાન્તિ, દૃષ્ટિને મલિન કરે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માર્ગાનુસારિતાથી માંડીને વીતરાગતા સુધીનો માર્ગ બતાવતા હોય ત્યારે એ માર્ગને જોવા માટે આપણી પાસે આંખ તો હોવી જોઈને ને ? ભગવાનની વાત સમજવા માટે દૃષ્ટિ નિર્મળ જોઈએ અને ભગવાનની વાત માનીને માર્ગે ચાલવા માટે પગ મજબૂત જોઈએ. આંખ નિર્મળ હશે ને પગ નબળા હશે તો વિલંબે ઈષ્ટ સ્થાને પહોંચાશે પણ પગ મજબૂત હશે ને આંખ નિર્મળ નહિ હોય તો ઈષ્ટ સ્થાને નહિ પહોંચાય. તેથી માર્ગે ચાલવા પહેલાં દૃષ્ટિ ચોખ્ખી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમારે ત્યાં પણ શું નિયમ છે ? જેની દૃષ્ટિ ચોખ્ખી ન હોય તે વાહન હંકારવા બેસે ખરો ? તેમ અહીં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org