________________
દૃષ્ટિ નિર્મળ બનાવ્યા વિના માર્ગે ચાલવાની ઉતાવળ ન કરવી. દૃષ્ટિનો મળ ધોવાઈ જાય અને દૃષ્ટિ નિર્મળ બને, તેનું જ નામ સમ્યગ્દર્શન. ભ્રમના કારણે દૃષ્ટિની નિર્મળતા આવતી નથી અને કદાચ આવી હોય તો ચાલી જાય છે, તેથી ભાગ્નિદોષ ટળ્યા પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમકિતીની દૃષ્ટિ નિર્મળ હોવાથી તેનો બોધ સ્થિર હોય છે, જ્યારે ભ્રાન્તિના કારણે માર્ગનું અસ્પષ્ટવિપરીત દર્શન થાય છે. જે જેવું હોય તેવું માનવું તેને સાચું એટલે કે પ્રમાત્મક જ્ઞાન કહેવાય અને જે જેવું નથી તેને તેવું માનવું તેને ભ્રમાત્મક(બ્રાનિસ્વરૂ૫) જ્ઞાન કહેવાય. જે દેવ નથી તેને દેવ માનવા, જે ગુરુ નથી તેને ગુરુ માનવા, જે ધર્મ નથી તેને ધર્મ માનવો, જે વિધિ નથી અર્થાત્ અવિધિ છે તેને વિધિ માનવી, જે પાપબંધનું કારણ છે તેને પુણ્યબંધનું કારણ માનવું, જે સંસારનું કારણ છે તેને મોક્ષનું કારણ માનવું, જે તત્ત્વ છે તેને અતત્ત્વ માનવું અને જે અતત્ત્વ છે તેને તત્ત્વ માનવું : તેનું નામ ભ્રમ. ખેદ, ઉદ્વેગ, શેપ અને ઉત્થાન આ ચાર દોષ ટાળ્યા પછી પણ લોકોત્તર શાસનમાં પ્રવેશ ન મળતો હોય તો તે આ ભ્રાન્તિદોષના કારણે. ભ્રાન્તિદોષના મુખ્ય બે કારણ છે : એક અજ્ઞાન અને બીજે કદાગ્રહ. અજ્ઞાનજનિત ભ્રાન્તિ ટાળવી સહેલી છે, પણ કદાગ્રહના કારણે થયેલા ભ્રમને ટાળવાનું કામ ક્યૂરું છે. કોઈ પણ કાર્ય પોતાની ઈચ્છા મુજબ કરવાનો આગ્રહ એ કદાગ્રહ કહેવાય છે. સ્વચ્છંદતા એ કદાગ્રહ છે. પોતાની ઈચ્છાથી જે મળે તેમાં મજા આવે ને ? પોતાની ઈચ્છા મુજબ ખીચડી કે રોટલો ખાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org