________________
સર્વવિરતિ પામવા માટે વીર્ય ફોરવીએ તો સમ્યત્વ ટકે ય ખરું ને પરિપૂર્ણ પણ બને. એક વારના સમ્યગ્દર્શનમાં અનંતા આત્માઓ મોક્ષે જઈ શકે એવું હોવા છતાં ભવચક્રમાં અસંખ્યાતવાર સમ્યગ્દર્શન ગુમાવવું પડે અને પામવું પડે તે ઉત્થાનદોષની આધીનતાનો પ્રતાપ છે. સમ્યકત્વ પામ્યા પછી વીર્ય ફેરવીને અનંતાનુબંધીને ફરકવા પણ નથી દેવા. ભલે ભયોપશમભાવનું સમ્યકત્વ મળ્યું હોય, તોય તેને જવા નથી દેવું. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્ષયોપશમભાવનું સમ્યકત્વ છાસઠ સાગરોપમ સુધી ટકાવી શકાય છે. કેટલો મોટો કાળ છે ? કેટલી બધી તક આપી છે ? આટલી તક મળ્યા પછી શા માટે ગુમાવીએ ? આ તકનો ઉપયોગ સર્વવિરતિ પામીને મોક્ષે જવા માટે કરી લેવો છે. શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી કુમારપાળ મહારાજા તો એક જ વારના સભ્યત્વથી ચોર્યાશીહજાર વરસ અને ઉપરના સો વરસના કાળમાં તો મોશે પહોંચી જશે. એની અપેક્ષાએ છાસઠ સાગરોપમનો કાળ કેટલો મોટો છે ? અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ અને દસ કોટાકોટિ પલ્યોપમનો એક સાગરોપમ ! આટલા કાળમાં સર્વવિરતિ પામવાનો અને મોક્ષે પહોંચી જવાનો પુરુષાર્થ તો મજેથી થઈ શકે ને ?
સ0 આપ આટલું કહો છો તોય અમને દુષ્કર દુષ્કર કેમ લાગે છે ?
મોક્ષમાં જવું નથી માટે. સંસારમાં રહેવું છે માટે. જેને પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થાને જવું જ હોય તે ગમે તેટલો વિકટ રસ્તો ય પસાર કરે છે ને ? અને જેને જવું જ ન હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org