SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે એવી ચોથી દ્રષ્ટિમાં પણ આ ઉત્થાનદોષ હોતો નથી. વર્તમાનમાં પાંચમા-છઠ્ઠા ગુણઠાણાનો ધણી ગણાતો ધર્મવર્ગ આ ઉત્થાનદોષનો ભાગી બનતો હોય તો સમ્યકત્વ પામવું કેટલું કપરું છે-એ સમજાયા વિના નહિ રહે. સમ્યકત્વ પામવું હશે અને ટકાવવું હશે તો ઉત્થાનદોષ ટાળવો પડશે. તે માટે સુખ છોડવું પડશે, દુઃખ વેઠવું પડશે, શરીરની મમતા મૂકવી પડશે. શરીરના આરોગ્ય માટે આંટાફેરા મારવાનું બંધ કરવું પડશે, આત્માના આંટાફેરા ટાળવા માટે દૃષ્ટિ બદલવી પડશે, શરીરને સુધારવાને બદલે આત્માને સુધારવાનું લક્ષ્ય કેળવવું પડશે. વહેલી સવારે કસરત કરવાના બદલે વિહિતક્રિયા-સામાયિક-પ્રતિક્રમણાદિ કરવા લાગે તો સમજવું કે શરીર પરથી નજર ખસી. શરીર તો આમેય નાશવંત છે તેના માટે આ ક્રિયાઓ પડતી નથી મૂકવી. તેમ જ સાથે સાથે આત્માના બદલે શરીરને સુધારવાના લક્ષ્યથી પણ આ ક્રિયાઓ નથી કરવી. આવશ્યક-ષિાઓનો ભોગ લેવાય એ રીતે એકે અનુષ્ઠાન ન કરવું. ભગવાનના શાસનની કોઈ ક્રિયા એવી નથી કે જે વિહિતકાળે કરવામાં આવે છતાં એકબીજાનો છેદ કરે, માત્ર અનુકૂળતાનો ત્યાગ કરી વીર્ય ફોરવવાનું મન જોઈએ. વીર્ય માંગીને નથી મળતું. મળેલા વીર્યનો ઉપયોગ કરીએ, સુખના રાગે તેને છુપાવીએ નહિ તો વીર્ય એની મેળે પ્રગટશે. સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે પણ વીર્ય ફોરવવું પડશે અને મળેલા સમ્યકત્વને ટકાવવા માટે પણ વીર્ય ફોરવવું પડશે. ભગવાનના વચન પર શ્રદ્ધા કેળવી સુખનો રાગ ટાળી આજ્ઞા મુજબ ક્રિયા કરીએ તો સમ્યકત્વ મળે અને સમ્યકત્વ મળ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001160
Book TitleAnsh Vachnano Sara Dvadashangino 2
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy