________________
ધરાવે છે તેમ જ, સંવિગ્ન એવા સાધુભગવંતના પક્ષપાતને લઈને સાધુવેષનો ત્યાગ કર્યા વગર સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વીકારે છે તેઓ ઉત્થાનદોષના ભાગી બનતા નથી. આંખના જાડા ચશ્માવાળા ડૉક્ટર પણ આંખના સ્પેશ્યાલિસ્ટ હોય તેમ પોતે આચારમાં અત્યંત શિથિલ હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા દ્વારા શુદ્ધ આચારમાર્ગને બતાવનારા આ સંવિગ્નપાક્ષિકો હોય છે. જેના હૈયામાં સરળતા હોય, પોતાના દોષોની પીડા હોય, સાધુપણા પ્રત્યે તીવ્ર રાગ હોય તેના માટે આ સંવિઝપાક્ષિકોનો માર્ગ છે. વર્તમાનમાં આવી હૈયાની સરળતા નાશ પામવા માંડી અને વક્તા આવવા માંડી તેથી સંવિગ્નપાક્ષિકોનો માર્ગ રહ્યો નથી. સાધુપણામાં ઉત્થાનદોષ આવ્યા પછી જેઓ તેને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, પ્રયત્નવિશેષે પણ ન જ ટળે તો જેઓ વિધિપૂર્વક દેશવિરતિ અથવા સંવિગ્નપાક્ષિકનો માર્ગ સ્વીકારતા નથી તેઓ નિર્વેદપૂર્વક સર્વવિરતિ પાળવાના કારણે ઉત્થાનદોષના ભોગ બન્યા થકા છઠ્ઠ(સર્વવિરતિ), પાંચમુંદશવિરતિ) અને ચોથું(સંવિગ્નપાક્ષિક) ગુણઠાણું ગુમાવીને શાસનભ્રષ્ટ થઈ મિથ્યાત્વ ગુણઠાણે આવી દીર્થસંસારમાં ભટકવા જતા રહે છે. આટલી હદ સુધી પહોંચવું તેના કરતાં થોડી સહનશીલતા કેળવી લઈએ અને સુખનો રાગ ઘટાડી દઈએ તો ઉત્થાનને ટાળવાનું કપરું નથી.
શાસ્ત્રકારોએ આપણા હિતની ચિંતા કરવામાં કોઈ કમીના નથી રાખી. સાધન ઓછાં હશે તો ચાલશે પણ પ્રતિબંધ એક પણ ન ચાલે. ઉત્થાનદોષ ટાળ્યા વગર સભ્યત્વ પામવાની યોગ્યતા પણ આવતી નથી. સમ્યકત્વની યોગ્યતા જ્યાં વિકાસ પામેલી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org