________________
ખેદ થવાના કારણે ક્રિયામાં પ્રવૃત્તિ અટકી જાય છે. મોક્ષમાર્ગમાં પ્રયાણ શરૂ ર્યા પછી કષ્ટ પડવા માંડે એટલે દુઃખના ભયે ઈષ્ટસ્થાને પહોંચવાની તાલાવેલી નાશ પામે છે, તેથી ખેદ જન્મે છે. આ ખેદ ટાળવાનો ઉપાય એક જ છે કે દુઃખનો ભય ટાળી સંસારનો ભય પેદા કરવો. ભયાનક અટવીમાંથી પસાર થનારો માણસ ભરબપોરે ભૂખ-તરસ અને થાકના યોગે એક ડગલું પણ ચાલવા માટે અસમર્થ બન્યો હોય અને તેથી માર્ગમાં ભોજનનાં પાત્ર ખોલીને જમવા બેઠો હોય, એટલામાં ક્યાંકથી બૂમ આવે કે દોડો દોડો..વાઘ આવ્યો!.' તો થાકના કારણે બેસી રહે કે ઊભો થઈને પાત્ર પડતાં મૂકીને દોડવા માંડે ? ત્યાં જેમ મરણના ભયથી પ્રયાણનો ખેદ જતો રહે છે તેમ અહીં પણ સંસારનો ભય પેદા થઈ જાય તો ક્રિયામાં લાગેલો મનનો થાક ઊતરી જાય. આથી જ શાસ્ત્રકારો ફરમાવે છે કે સંસારનો ભય પેદા થયા વિના અને પોતાના સંસારનો ઉચ્છેદ કરવાની ભાવના જાગ્યા વિના ધર્મની સાચી શરૂઆત થતી નથી. વર્તમાન દુઃખ કરતાં ચઢિયાતું દુઃખ નજર સામે આવે તો વર્તમાનનું દુઃખ હળવું બન્યા વગર ન રહે. ભૂખના દુઃખ કરતાં મરણનું દુઃખ ભયંકર લાગે તો થાક ઊતરી જાય ને ? તેમ ક્રિયાના કષ્ટ કરતાં પણ આ સંસાર ભયંકર છે, દુઃખરૂપ છે, એવું લાગે તો ક્રિયાનો ખેદ જતો રહે. ખેદ દોષને દૂર કરવા માટે શું કરવું એ વિચારવા પહેલાં આપણે ખેદદોષની ભયંકરતા અને ખેદના અભાવની ઉપાદેયતા ચોથી ગાથાથી વિચારી લઈએ.
खेदे दादाभावान्न प्रणिधानमिह सुंदरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org