________________
ઉપયોગ રાખી તે મુજબ પ્રવૃત્તિ કરે તો સાલંબનધ્યાન આવે. સ૦ એવો ઉપયોગ સંસારીને ક્યાંથી રહે ?
હવે બરાબર સમજ્યા. સંસારમાં ચોવીસ ક્લાક આજ્ઞાનો ઉપયોગ રહેતો નથી, આથી જ જ્ઞાનીઓએ સંસારનો ત્યાગ કરી સાધુપણું સ્વીકારવાનું ફરમાવ્યું છે. ધ્યાન; સંસારમાં સ્થિર થવા માટે નથી, સંસારમાંથી નીકળીને સ્વભાવમાં સ્થિર થવા માટે ધ્યાન છે. સ્વભાવમાં સ્થિર થવા માટે સાધુપણા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરમાત્માની સાથે એકાત્મતા કેળવવા પહેલાં તેઓશ્રીનાં વચનની સાથે એકાત્મતા કેળવવી પડશે, તે માટે સાધુપણું છે. ગૃહસ્થપણામાં આજ્ઞા મુજબ કરાતાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં અલ્પકાળ માટે આંશિક ધ્યાન હોય છે. પરિપૂર્ણ ધ્યાન તો સાધુભગવન્તોને હોય અને એ પણ સ્વાધ્યાયાદિના ક્રમે પ્રાપ્ત થાય છે. બાર પ્રકારના તપમાં ધ્યાન અગિયારમા સ્થાને છે. અનશનાદિ તેમ જ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય : આ બધું પડતું મૂકીને અથવા એ કશું કરવું ન પડે, એ માટે ધ્યાન લગાવીને નથી બેસવાનું. સ્મશાનાદિમાં કાઉસ્સગ્ગધ્યાને રહેનારા મહામુનિઓ પણ પહેલાં ગચ્છમાં રહી આજ્ઞા મુજબ સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિને આત્મસાત્ કરી, સાલંબનયોગ સાધી, નિરાલંબનધ્યાનનું સામર્થ્ય કેળવી પછી ધ્યાનમુદ્રાએ સ્થિર થાય છે, ત્યારે ધ્યાનના ફળને પામે છે. સાધનને સેવ્યા વગર સાધ્યને સાધવા મથે તેને સિદ્ધિ ન મળે. સિદ્ધિ ગમે તેટલી રમણીય હોય પણ સાધનામાર્ગ તો કષ્ટમય જ રહેવાનો. આજ્ઞા મુજબ કષ્ટ વેઠ્યા વિના; માત્ર
[૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org