________________
એ કઠિન નથી, સંસારને ઓળખવો એ કઠિન છે. મોક્ષમાર્ગની આરાધના કરવી કઠિન નથી, સંસારની નિર્ગુણતાનું ભાન થવું અને સંસારના ઉચ્છેદની ભાવના જનમવી એ કઠિન છે. લોકમાં કહેવાય છે કે વિષવૃક્ષ પણ જો પોતે વધાર્યું હોય તો તેને દવા માટે હાથ ઊપડતો નથી. તેમ પોતે કરેલા આ સંસારના સર્જનને જ્ઞાનીઓ વિષરૂપ કહે છે છતાં તેનું વિસર્જન કરવા માટે મન તૈયાર થતું નથી. પોતાનું લખેલું ફાડવાનું મન ન થાય, પોતે ઘડેલું શિલ્પ તોડવાનો જીવ ન ચાલે. કારણ કે ત્યાં મમત્વ પડ્યું છે તેમ જ્યાં સુધી સંસારનું મમત્વ પડ્યું છે ત્યાં સુધી સંસારના ઉચ્છેદનો પરિણામ ક્યાંથી આવે ? જ્ઞાનીઓ આ સંસારને નિર્ગુણ કહે છે તો આપણે એમાં ગુણ શોધવા નથી નીકળવું. આટલું જો નક્કી કરીએ તો મમત્વ મર્યા વગર નહિ રહે. મમત્વ મરવા માટે એટલે સંકલ્પબળ મજબૂત બને. એકવાર સંકલ્પ મજબૂત થાય તો પછી સાધુપણાનો માર્ગ સહેલો છે. પૂર્વના મહાપુરુષોને દીક્ષાનો માર્ગ અઘરો નહોતો લાગ્યો, સંસારનો માર્ગ અઘરો લાગ્યો હતો તેથી એ માર્ગ છોડીને દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યા. જેણે ભૂમિ પર પગ નહોતો મૂક્યો તે ક્ષણવારમાં રસ્તે ચાલતા થઈ ગયા. પુંડરિકરાજર્ષિ ઘોડા ઉપર બેસીને પોતાના ભાઈ કંડરિકરાજર્ષિને વંદન કરવા ગયા હતા, પણ ત્યાંથી વેષ પહેરીને રસ્તે ચાલવા માંડ્યા, સનકુમાર ચક્રવર્તીને દુઃખ વેઠવાનો કોઈ અભ્યાસ ન હતો છતાં સાત સો વરસ સુધી રોગ સહન કરી સાધુપણામાં વિચર્યા ને ? આવાં દૃષ્ટાન્તો તો જોઈએ એટલાં શાસ્ત્રના પાને નોંધાયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org