________________
માની શુદ્ધકિયામાં પ્રયત્ન કરવાના બદલે ક્રિયામાત્રનો ઉચ્છેદ કરી બેસી જાય, તો શું સમજવું ? ધર્મની ભૂખ નથી લાગી એમ જ ને ? ક્રિયામાં આવતા દોષો દૂર કરવાથી યોગની પ્રાપ્તિ થાય, ક્રિયા દૂર કરવાથી નહિ. ક્રિયા કરવામાં કષ્ટ પડતું હોવાથી ક્યિા પ્રત્યે અરુચિ હોય અને એ અરુચિને ઢાંક્વા માટે ધ્યાનનો આશરો લેવો એ તો એક જાતની વંચના છે. દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય નહિ અને ધર્મ કહેવડાવવાની અભિલાષા જાગે તેમાંથી આવી વચના જન્મે છે. ગુણના પડદા નીચે છુપાવી રાખેલા દોષો મહાદોષનું કામ કરે છે, કારણ કે એ ઢાકેલા અંગારા જેવા છે. દોષના આવરણ નીચે ગુણો ઢંકાઈ ગયા હોય તો તે નભાવાય, કારણ કે દોષમાં હેયબુદ્ધિ હોવાથી એ આવરણ દૂર કરી ગુણો પ્રગટ કરી શકાય. પરંતુ ગુણના આવરણ નીચે ઢંકાઈ ગયેલા દોષો તો મહાઅનર્થન કરનારા બને છે. આજે પ્રભાવનાના આવરણ નીચે આરાધના સિદાતી હોય તો તે આવા દોષોના કારણે. યોગાભાસને યોગ માની તમે ઉન્માર્ગે ન જાઓ એટલા પૂરતી આ વાત છે. સંસારની નિર્ગુણતાનું પરિભાવન કર્યા વગર ધર્મ કરવાની શરૂઆત કરવાથી આવી વિષમતા સર્જાય છે. આજે ધર્મ કરનારો વર્ગ વધતો જાય છે અને આત્માનું લક્ષ્ય વિસરાતું જાય છે, માટે ધર્મ ફળદાયી નથી બનતો.
- સ૦ વરસોથી ધર્મ કરીએ છીએ છતાં ધર્મ સ્વાદ વગરનો કેમ લાગે છે ?
જીભ બગડી ગઈ છે માટે. તાવમાં સારી રસોઈ ખાવા બેસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org