________________
તો તે કડવી જ લાગે ને ? તેમ સંસારના સુખનો સ્વાદ લઈને ધર્મ કરવા બેસે તેને ધર્મ બેસ્વાદ લાગે. સંસારનાં સુખોનો સ્વાદ મારીને ધર્મ કરવા આવે તો દુઃખ ભોગવીને ધર્મ કરવામાં આનંદ આવે. સંસારના સુખનો સ્વાદ મરતો નથી માટે ધર્મમાં સ્વાદ આવતો નથી. સંસારમાં સુખ લાગે છે તેથી ચારિત્રમાં સુખ લાગતું નથી. જેને સંસારના સુખની અસારતા સમજાઈ જાય તેને ચારિત્ર સારભૂત લાગ્યા વગર ન રહે. જેને ચારિત્ર સારભૂત લાગે તેને તેમાં સ્વાદ આવ્યા વિના ન રહે. સંસારના સુખનો સ્વાદ લઈને ધર્મ કરનારા ધર્મના નામે પણ અધર્મ જ કરવાના. ધર્મના નામે અધર્મ કરે અને પછી ધર્મમાં સ્વાદ ન આવવાની ફરિયાદ કરે તો એ ફરિયાદનો નિકાલ ક્યાંથી આવે ? ધર્મ ઓછોવધતો થાય એ બને, પરંતુ ધર્મમાં સ્વાદ ન આવે તો માનવું ન પડે કે મળ જામ થઈ ગયો છે ? પાચનશક્તિ મંદ હોય તો ખોરાક ઓછો લે એ બને, પણ સ્વાદ ન આવે તો પેટ બગડ્યું છે એમ માનવું પડે ને ? સંસાર તો ભૂંડો છે જ પણ એ ભૂંડો લાગતો નથી તે એથીય ભૂંડું છે. શ્રાવક પોતાની શક્તિ અનુસાર ધર્મ કરે, પણ જે ધર્મ કરે એમાં એને સ્વાદ આવ્યા વગર ન રહે. શ્રાવક અને સાધુની દશામાં ફેર હોય, પણ દિશા તો બંન્નેની એક જ હોય. સાધુ સદા સુખિયા હોય, શ્રાવક સદા સુખિયો ન હોય તોય તેને સ્વાદ તો ધર્મમાં જ આવે, સંસારનું સુખ ભોગવવા છતાં તેમાં સ્વાદ ન આવે. શારીરિક શક્તિ ઓછી હોય, માનસિક નબળાઈ હોય, સત્ત્વ ઓછું હોય, ક્ષયોપશમ મંદ હોય, તેના કારણે ચોવીસે
Jain Education International
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org