________________
મહાઅનર્થને કરનારા બનતાં હોય તો એના કારણે ગૃહસ્થપણાના અનુષ્ઠાનનું શું થાય-એ જાતે જ વિચારી લેવું. ગૃહસ્થપણાનાં જિનવાણીશ્રવણ, ત્રિકાળપૂજા, ઉભયતંક આવશ્યક, વગેરે દરેક અનુષ્ઠાનો પણ ભગવાને તે તે કાળે વિહિત તરીકે જણાવ્યાં છે. છતાં જિનવાણીશ્રવણ વખતે પૂજામાં રસ હોય અથવા નવકારવાળી ગણવામાં રસ હોય, ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતી વખતે પ્રક્ષાલાદિ દ્રવ્યપૂજામાં રસ હોય તો અન્યમુદ્દોષ નડવાનો જ. પ્રતિક્રમણ કરવાના સમયે ભાવના ભણાવવા જાય તો ચાલે ?
સવ પ્રતિમણ એ વિરતિની ક્રિયા છે તેમ ભાવના ભણાવવી એય ભક્તિનો જ પ્રકાર છે ને ?
વિરતિથિી વધે તેવી કોઈ વ્યક્તિ છે ? વિરતિ સાચી આવી જાય તો ભાવના ભણાવવા જેવી બધી ભકિત તેમાં સમાઈ જાય. સાધુ વિરતિમાં છે તેથી એને પૂજા-ભાવના ભણાવવાની રહેતી નથી, છતાં તેની પ્રભુભક્તિ શ્રાવક કરતાં ચઢિયાતી છે. કારણ કે ભગવાનની આજ્ઞા પાળે છે. શ્રાવક પણ સામાયિક-પૌષધ જેવી વિરતિમાં હોય ત્યારે ભાવના ભણાવવા ન બેસે. એવી વિરતિમાં ન રહ્યો હોય ત્યારે ભક્તિનો આશ્રય લે. ભક્તિનો માર્ગ એ ય વિરતિનો માર્ગ છે. ભક્તિ ભવથી તરવા માટે છે. વિરતિના કારણે ભવથી કરાય છે, તેથી ભક્તિ પણ વિરતિ માટે છે. વિરતિનો ભોગ લેવાય-એવી ભક્તિ ન કરાય, વિરતિ વહેલી ઉદયમાં આવે-એવી ભક્તિ કરાય. ભગવાનની ભકિતમાં આનંદ આવે-એમાં ના નથી પણ આજ્ઞા પાળતી વખતે ટાઢ ચઢે-એ કેમ ચાલે ? શાસ્ત્રમાં કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org