________________
ત્યાં જોડાયેલું હોય છે. ક્ષેપદોષ વખતે ચિત્ત ચંચળ હોય છે, અન્યમુદ્દોષ વખતે ચિત્ત ચંચળ નથી હોતું, અન્યમાં આસક્ત હોય છે. ક્ષેપદોષ પહેલે ગુણઠાણે હોવાથી તે દોષ વખતે ધર્મના કાર્યમાંથી સંસારના કાર્યમાં ય ચિત્ત વચ્ચે વચ્ચે જતું હોય છે. જ્યારે અન્યમુદ્દોષ મુખ્યત્વે છઠે-સાતમે રહેલાને નડે છે તેથી અહીં તો સાધુપણાની એક ક્રિયા કરતી વખતે બીજી ક્રિયામાં મન પરોવાયેલું હોય છે. ક્ષેપદોષ તો નુકસાનકારી છે જ, પરંતુ અન્યમુદ્દોષ અપેક્ષાએ વધુ નુકસાનને કરનારો છે. પૂર્વ પૂર્વ દોષોની હાજરીમાં ઉત્તર દોષો વિદ્યમાન હોવાથી આમ તો પૂર્વ પૂર્વ દોષો બળવાન ગણાય, પરંતુ ગુણની પ્રાપ્તિને પણ અકિંચિત્કર બનાવવાનું કામ ઉત્તર દોષો કરતાં હોવાથી ઉત્તરદોષો અપેક્ષાએ બળવાન છે. ઊંચે સ્થાને રહેલાને નાના પણ ગુનાની મોટી સજા લોકના કાયદામાં પણ જણાવી છે ને ? તેવી રીતે અન્યમુદ્દોષ પણ સાધુભગવંતને મહાન અપાયને કરનાર અર્થાત અત્યંત નુક્સાનકારી બને છે-આ જ વસ્તુને જણાવતાં ૯ મી ગાથામાં જણાવ્યું છે કે
अन्यमुदि तत्र रागात् तदनादरतार्थतो महापाया। सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥९॥
આરંભેલા અનુષ્ઠાન કરતાં અન્ય અનુષ્ઠાનમાં જે આનંદ આવે છે તેને અન્યમુદ્દોષ કહેવાય છે. આ અન્યમુદ્દોષ હોય ત્યારે અન્ય અનુષ્ઠાન પ્રત્યે અતિશય રાગ હોવાના કારણે ચાલુ (આરંભેલ) અનુષ્ઠાન પ્રત્યે અનાદરભાવ જન્મે છે. આ અનાદરભાવ; પરમાર્થથી મહાન અપાય(નુક્સાન)નું કારણ બને છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org