________________
ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદ(કંટાળો)ના કારણે યોગની ક્રિયા કરાતી હોવાથી, ક્રિયા કરવા છતાં ન કરવાનું જ ફળ હંમેશાં પ્રાપ્ત થતું હોય છે. કોઈ કારણથી યોગની ક્રિયાનો અહીં ત્યાગ ન હોવા છતાં તે ત્યાગને ઉચિત જ છે-એમ આપણા આગમમાં પણ કહ્યું છે. આશય એ છે કે ઉત્થાન નામના દોષના કારણે ચિત્ત અપ્રશાન્ત હોવાથી યોગની પ્રવૃત્તિમાં મન સ્વસ્થ નથી રહેતું. આવી અવસ્થામાં આંતરિક રીતે પ્રતિજ્ઞાનો ભંગ થયેલો હોય છે, જ્યારે બાહ્ય રીતે પ્રતિજ્ઞાભંગ થાય તો લોકમાં નિંદા થશે એવા ભયથી અને એ નિંદા સહન થતી ન હોવાથી એ છવો બાહ્ય રીતે ક્રિયા ચાલુ રાખે છે. આ રીતે ક્રિયાનો ત્યાગ ન હોવા છતાં અપ્રસન્નતારૂપ વિષથી યુક્ત હોવાથી તે ક્રિયાનો ત્યાગ કરવો એ જ ઉચિત છે. ગમે તેટલી ભૂખ લાગી હોય તોય વિષયુક્ત અનાજ થોડું જ ખવાય ? આ જ કારણસર દીક્ષા ગ્રહણ કર્યા પછી મૂળગુણ અને ઉત્તરગુણોનો નિર્વાહ કોઈ પણ રીતે શક્ય ન જ બને તો વિધિપૂર્વક શ્રાવકનો આચાર પાળવાનું તેવા જીવો માટે ફરમાવ્યું છે. સંસાર ઉપર નિર્વેદ આવવાના કારણે અનુષ્ઠાન કરવા નીકળેલાને પણ સંસાર પર નિર્વેદ આવવાના બદલે અનુષ્ઠાન ઉપર જ નિર્વેદ આવી જાય એ કેટલી બધી વિચિત્ર દશા છે ? ઊંચામાં ઊંચું અનુષ્ઠાન નિર્વેદપૂર્વક કરવું-અનાદરપૂર્વક કરવું તેના કરતાં નિર્વેદ ન આવે એવું અનુષ્ઠાન આદરપૂર્વક કરવું સારું. અનાદર જેવું ભયંકર એકે પાપ નથી. ઉસૂત્રભાષણજેવું એકે પાપ નથી-એમ શાસ્ત્રમાં કહ્યું છે, પરંતુ એમાં ય સૂર-શાસ્ત્ર પ્રત્યેનો અનાદર જ કામ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org