________________
સંશોધન કર્યા પછી પણ માનવું છે ખરું ? પોતાના આત્માના અસ્તિત્વને પણ સાચી રીતે સ્વીકારી શકતા ન હોય, વનસ્પતિમાં જીવ સિદ્ધ કર્યા પછી પણ તેની હિંસાથી વિરામ પામવાના ન હોય, એવાઓ વનસ્પતિને જીવ માને કે ન માને શું ફરક પડે છે ? શાસ્ત્રકારોએ તો શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં પૃથ્વીકાય, અપ્લાય વગેરે દરેક કાર્યમાં જીવની સિદ્ધિ કરી છે, તમારે માનવું છે ? માત્ર જીવની સિદ્ધિ કરીને અટક્યા નથી, તેની હિંસાથી વિરામ પામવાનો ઉપાય પણ બતાવ્યો છે. એટલું જ નહિ, પરંતુ જે જીવો કોઈનાથી છેદાતા, ભેદાતા, હણાતા નથી એવા સૂક્ષ્મ જીવોની પણ હિંસાથી અને અજીવ પ્રત્યેના પણ દ્વેષથી વિરામ પામવાનું જણાવ્યું છે, કારણ કે જીવને હણવું તે હિંસા નથી, જીવને મારવાનો કે દુઃખી કરવાનો આત્માનો જે સંફિલષ્ટ અધ્યવસાય તેનું જ નામ હિંસા છે. આ હિંસાથી આત્માને બચાવવો હોય તો સંશોધન કરવાની જરૂર છે કે કરેલું સંશોધન માનવા માટે હૈયું કેળવવાની જરૂર છે ? જેને શ્રદ્ધા હોય તે સંશોધન કરવા ન બેસે, એ તો કામે લાગે. “મને સમજાય તો માનું’ એ મહાઅજ્ઞાન. જ્ઞાની સમજાવે તો માની લઉં' એ મહાજ્ઞાન. અનુભવજ્ઞાન એ મહાજ્ઞાન નથી. જ્ઞાનીનું પાતત્ય એ જ મહાજ્ઞાન છે. ભગવાને સંસારને દાવાનળ કહ્યો છે તો આપણને અનુભવ થાય ત્યાં સુધી રાહ નથી જોવી, એમના વચનના વિશ્વાસે ચાલી નીકળવું છે. અનુભવ થતો નથી માટે તો ઉપદેશ આપવો પડ્યો. જ્યાં અનુભવ હોય ત્યાં ઉપદેશની જરૂર જ ક્યાં પડે છે ? અગ્નિ બાળે છે, વિષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org