________________
તો તેના કારણે અસ્થિર બનેલી ક્રિયા ફળની પ્રાપ્તિ કેવી રીતે કરાવે ? વર્તમાનમાં ધર્મક્રિયાઓમાં આ ક્ષેપદોષ ઘણો વ્યાપક બની ગયેલો જણાય છે, પછી તે ગૃહસ્થપણાની ક્રિયા હોય કે સાધુપણાની. સાંજનું પ્રતિક્રમણ શરૂ કર્યા પછી પાણીમાં ચૂનો કર્યો છે કે નહિ-ત્યાં ચિત્ત જાય; પ્રતિક્રમણમાં થોયોનો કે સ્તવનસઝાયનો આદેશ આપ્યો હોય ને પહેલેથી ધાર્યું ન હોય તો સૂત્રો બોલાતાં હોય ત્યારે અથવા કાઉસ્સગ્ગમાં બધું યાદ કરી જાય. તે વખતે ચિત્ત ક્યાં રહે ? કાઉસ્સગ્ગમાં કે થોયમાં ? જાહેરમાં ભૂલ ન પડે તે માટે પહેલેથી બધું ધારીને તૈયાર રાખવાનું હોય. એના બદલે કાઉસ્સગ્ગ ભાંગવાની પણ જેની તૈયારી હોય-એવાઓ ક્ષેપદોષ કેવી રીતે ટાળી શકે ?
સ॰ ચિત્ત સ્વાભાવિક જ બીજે જતું હોય તો શું કરવું ? ચિત્ત સ્વાભાવિક જાય છે કે જવા દો છો માટે જાય છે ? ચિત્ત સ્વાભાવિક નથી જતું; અરુચિના કારણે, ચંચળતાના કરણે ચિત્ત બીજે જાય છે. જે કામ કરીએ તેમાં ચિત્ત તન્મય બનાવીએ તો ઉપયોગ બીજે નહિ જાય. ઈન્જેક્શન લેતી વખતે મન બીજે જાય છે ? ટી.વી. જોતાં મન બીજે જાય છે ? રસોઈ કરતાં મન બીજે જાય છે ? ગાડી ચલાવતાં મન બીજે જાય છે ? સોનુંચાંદી-હીરા પારખતાં મન બીજે જાય છે ? નહિ ને ? અને કદાચ જાય તો ય ત્યાં પરિણામ કેવું આવે ? જ્યાં રસ હોય છે ત્યાં ચિત્ત ઠરેલું હોય છે, ચંચળ નથી હોતું. ચોપડાપૂજનમાં ચિત્ત કેવું હોય અને અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે ચિત્ત કેવું હોય ? ચોપડાપૂજન
Jain Education International
७८
For Private & Personal Use Only
www.jainelibrary.org