________________
કરે છે ? એની કથા ચાલુ હોય તો આરો ક્યાંથી આવે ? બીજાનું આલોચન કરવાના બદલે પોતાની જાતનું આલોચન કરવા માંડીએ તો સિદ્ધાન્તસ્થાની કિંમત સમજાશે. આપણે તો ધર્મસ્થાનમાં જ નહિ, સંસારમાં ય વિસ્થાના સંયોગો ટાળવા છે. રસ્તામાં જતાં કે ફોન ઉપર મળતા સ્નેહસંબંધીઓને કેમ છો ?' પૂછવાના કારણે વિસ્થાની શરૂઆત થાય છે. તેના બદલે પોતાની જાતને કેમ છીએ ?' પૂછવાની જરૂર છે. અત્યાર સુધી કેમ છો ?' પૂછીપૂછીને પારકી પંચાતમાં જીવન પસાર કર્યું છે, હવે કેમ છીએ ?' પૂછીને જાતની ચિંતા શરૂ કરીશું તો તેમાંથી સિધાન્તસ્થાનો જન્મ થશે. આત્મચિંતામાંથી સિધાન્તક્યા, સિદ્ધાન્તસ્થામાંથી સંસારનો નિર્વેદ, સંસારના નિર્વેદમાંથી મોક્ષની અભિલાષા અને મોક્ષની અભિલાષામાંથી ચારિત્રની તાલાવેલી જન્મે છે. ઉદાયન રાજર્ષિએ આ રીતે સિદ્ધાન્તક્યા અને આત્મચિંતા કરી તો તેમાંથી દીક્ષા પામી ગયા. માર્ગનું જ્ઞાન મેળવવા સિધાન્તસ્થાની જરૂર છે અને માર્ગે ચાલવાની તૈયારી કરવા માટે આત્મચિંતાની જરૂર છે. દીક્ષા નથી લીધી એનો અર્થ એ નથી કે વિસ્થા કરવાનો પરવાનો મળી ગયો છે. વરસોથી કરેલો ગૃહસ્થપણાનો ધર્મ સાધુપણું ન અપાવતો હોય તો તે વિસ્થાના કારણે. માતાપિતાના સંગનો ત્યાગ કરીને ચોવીસ કલાક સુગુરુના સંગમાં રહેનારા પણ જો વિસ્થાનો ત્યાગ કરી પંદર કલાક સિધાન્તકથા માટે મહેનત કરતા હોય તો ચોવીસ કલાક સંસારના સંગમાં રહેનારા એકાદ-બે કલાક માટે સુગુરુના સંગમાં આવે ત્યારે પણ સિદ્ધાન્તસ્થા માટે મહેનત કરવાને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org