Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 145
________________ યોગપ્રાપ્તિના અવરોધક એવા આ ખેદાદિ આઠ દોષોનું સ્વરૂપ સમજાઈ જાય તો તેને ટાળવાનું કામ અઘરું નથી. સંસારમાં રહેવું નથી અને મોક્ષે જવું જ છેઃ આ ભાવના દઢ હોય તો માર્ગ સરળ છે. આ દોષો ટાળવાનો અભ્યાસ અનાદિનો છે, હવે માત્ર દિશા બદલવાની બાકી છે. ધંધામાં કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં આઠમાંથી એકે દોષ નભે એવો નથી. થાક લાગે તો ય ન ચાલે, વેઠ ઉતારો તો ય ન ચાલે, બીજા કામમાં ચિત્ત જાય તો ય ન ચાલે, પ્રસન્નતા હણાય તો ય ન ચાલે, ઉપયોગ ન રહે તોય ન ચાલે, જે ધંધો કરો છો તેના કરતાં બીજો ધંધો કરવો સારો એવું માનો તોય ભલીવાર ન આવે, ઊંઘ આવે તો ય ન ચાલે અને જેટલા મળ્યા એટલામાં સંતોષ માનો તો ય ન ચાલે. ધંધામાં જેમ આ આઠે દોષો ટાળો તો જ દરિદ્રતા ટળે અને શ્રીમંત બનાય તેમ ધર્મ કરતી વખતે આ આઠે દોષો ટાળવામાં આવે તો સંસાર છૂટી જાય, મે કરીને શાંતતા, ઉદાત્તતા વગેરે ગુણોનો સમુદાય પ્રાપ્ત થાય અને અંતે પરમગુણકારી એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય. આપણે સૌ પણ આ રીતે વહેલામાં વહેલી તકે આઠ પ્રકારના દોષો ટાળીને શ્રી તીર્થંકરપરમાત્માના વચનનું ધ્યાન ધરવા સ્વરૂપ યોગની પ્રાપ્તિ દ્વારા આત્માના પરમાત્મસ્વરૂપના આવિર્ભાવ માટે પ્રયત્નશીલ બનીને મોક્ષપદને પામીએ એ જ એક શુભાભિલાષા LAURE&{{salakaff&&&&&R ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146