________________
કેવા પ્રકારનું બને છે, તે યોગી કેવા પ્રકારના હોય છે, તેઓ ધ્યાનને કેવી રીતે ધરે છે...વગેરે વર્ણન આ ષોડશકની છેલ્લી ચારપાંચ ગાથાથી કરવામાં આવ્યું છે. આપણી પાસે હવે સમય વધુ નથી, તેથી સંક્ષેપમાં એ વર્ણન કરીને આપણે પૂરું કરવું છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે આ આઠ દોષ દૂર થવાના કારણે યોગીનું ચિત્ત શાંત, ઉદાત્ત, ગંભીર, ધીર, સંક્લેશથી વર્જિત બને છે. શાંતતા એટલે કષાય વગરની અવસ્થા. જેમાં રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય, મોહ એટલે કે અજ્ઞાન ન હોય, કોઈ પણ જાતની ઈચ્છા ન હોય તેવું ચિત્ત શાંતરસથી યુક્ત કહેવાય છે. ઉદાત્તતા એટલે સર્વત્ર ઔચિત્યનું પાલન કરવું. જેમાં “આ મારું અને આ બીજાનું એવો ભાવ હોય તે ચિત્ત લઘુચિત્ત કહેવાય છે. આવા પ્રકારની ચિત્તની લઘુતા જેને નથી હોતી તેઓ સમસ્ત પૃથ્વીને પોતાના કુટુંબરૂપે ગણે છે અર્થાત્ સર્વ આત્માને પોતાના આત્મા સમાન ગણે છે-આવા આત્માઓનું ચિત્ત ઉદાત્ત કહેવાય છે. ઉદાત્તવૃત્તિના કારણે તેઓ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, તેમનું ઔચિત્ય ક્યાંય હણાતું નથી. ગંભીરતા એટલે બીજાના દોષો પચાવી જાણવા. અર્થાત્ બીજાના દોષો જાણવા છતાં તેના પ્રત્યે દુર્ભાવ ધારણ ન કરવો અને એની કર્માધીનતાને આગળ કરી ચિત્તને સ્વસ્થ રાખવું તેનું નામ ગંભીરતા અને ધીરતા એટલે ગમે તેવા દુઃખમાં પણ ચિત્તની અવિચલિત અવસ્થા. આ રીતે જે યોગીઓનું ચિત્ત શાંત-ઉદાત્ત વગેરે ભાવોથી વાસિત હોય, સંક્લેશથી વિવર્જિત હોય તેઓને સ્વપ્ન વગેરે બાહ્ય નિમિત્તો પણ શુભનાં સૂચક-શુભોદયને જણાવનારાં હોય છે. આવા પ્રકારનું સુંદર ચિત્ત પ્રવૃત્તચક્યોગીઓને હોય છે, કુલયોગી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org