________________
જણાવવા માટે મોક્ષમાત્ત્વ: અહીં એકવચનનો પ્રયોગ કર્યો છે. જો અનેક માર્ગો હોત તો મોક્ષમાŕ: એમ બહુવચન કર્યું હોત. યોગ અસંખ્યાત હોવા છતાં જ્ઞાનાદિત્રણની એકાત્મતા-સ્વરૂપ માર્ગ એક જ છે. તેથી સાધુભગવંત પ્રયત્ન કરે તો આ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની એકતા માટે પ્રયત્ન કરે. આ ત્રણની એકતા થવાય એવી બીજી કોઈ એકતા માટે સાધુભગવંતો પ્રયત્ન ન કરે. દરેક યોગોમાં આજ્ઞામૂલકત્વ સ્વરૂપ મોક્ષસાધકતા એક જ પ્રકારની છે માટે માર્ગ એક જ છે.
સ૦ બધાની રુચિ જુદી જુદી હોય તો ?
નાના છોકરાને માટી ખાવાની રુચિ હોય તો તેને માટી ખાવા અપાય ? કોઈને રોટલીની રુચિ હોય, કોઈને ખાખરાની રુચિ હોય તો કોઈને પૂરીની રુચિ હોય : તેનો વાંધો નહિ, કારણ કે પરિણામે ભોજનની જ રુચિ છે ને ? પરંતુ ભક્ષ્યના બદલે અભક્ષ્યની રુચિ હોય તે ચાલે ? એ જ રીતે એક ભક્ષ્યની રુચિના ? કારણે બીજા ભક્ષ્યને અભક્ષ્ય ન કહેવાય ને ? ભક્ષ્યરૂપે બધાં ભક્ષ્ય સરખાં તેમ મોક્ષસાધકરૂપે બધા યોગો સરખા. અસંખ્યાત યોગોમાંથી એક યોગ ઉપર બહુમાન વધે, પ્રીતિ વધે એટલે બીજા યોગ ઉપરનું બહુમાન ઘટવાનું, તેથી બીજો યોગ આજ્ઞામૂલક હોવા છતાં તેનો અનાદર કર્યાનું પાપ લાગવાનું. બધા જ યોગો ભગવાનની આજ્ઞા મુજબના હોવાથી બધા ઉપર સમાન આદર રાખવો : એ જ એક માર્ગ છે.
યોગની સાધનાનો અવરોધ કરનાર આઠ દોષોનું વર્ણન અહીં પૂરું થાય છે. આ આઠ દોષો ટાળવાના કારણે યોગીનું ચિત્ત
D¤¤¤¤¤¤¤ 936 DDDDD¤¤¤
|૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org