________________
તો રોગના ઓષધની જેમ ભોગવી લેવું-એ ત્રીજો ઉપાય. તમને કયો ઉપાય ફાવે એવો છે જે પહેલા બે ઉપાયોને સેવ્યા વિના સીધો ત્રીજો ઉપાય સેવવા મહેનત કરે તો રાગ મરે નહિ, ઊલટો વધ્યા વગર ન રહે. સુખના રાગને મારવાના અને દુઃખના દ્વેષને દૂર કરવાના પરિણામમાંથી યોગસાધનાની શરૂઆત થાય છે અને એ રાગદ્વેષ મરે એટલે સાધના પૂર્ણ થાય છે.
અનાદિ-અનંત આ સંસારનો ત્યાગ કરીને મોક્ષે પહોંચવાનો માર્ગ, એ માર્ગમાં આવતા અવરોધો અને એ અવરોધો ટાળવાનો ઉપાય : આ બધાનું જ્ઞાન આપવાનું કામ ગ્રંથકારશ્રીએ આ શ્રી ષોડશકગ્રંથમાં કર્યું છે. શાસ્ત્રકારોએ જણાવેલી વાતોને સમજવાનું અને સમજીને પગ ઉપાડવાનું કામ આપણે કરવાનું છે. આજે નહિ તો કાલે જ્યારે પણ મોક્ષમાં જવું હશે ત્યારે આ જ માર્ગે આવવું પડશે. આપણે ચાલીએ છીએ એ માર્ગ નથી. જ્ઞાનીઓએ બતાવ્યો છે એ એક જ મોક્ષમાર્ગ છે.
સ0 મોક્ષના અનેક માર્ગો છે-એમ કહેવાય છે ને ?
મોક્ષસાધક યોગો અસંખ્યાતા છે, પરંતુ મોક્ષમાર્ગ તો એક જ છે. જેમાં મુસાફરી કરવાનાં સાધનો અનેક હોય. કોઈ રથમાં બેસીને જાય, કોઈ હાથી ઉપર બેસીને જાય, કોઈ બળદગાડામાં જાય, માર્ગ તો એક જ હોય ને ? શ્રી તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે કે સવિનજ્ઞાનવાત્રિાળિ મોક્ષમા ! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્મચારિત્ર એ મોક્ષમાર્ગ છે. અહીં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્ર : એમ ત્રણેને જુદાં જુદાં કરીને ત્રણ માર્ગ નથી બતાવ્યા, ત્રણેનો સમુદિત(સમુદાયવાળો) એક જ માર્ગ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org