________________
ઢીલાં પાડવાં હોય તો આપણે મજબૂત થવું પડશે, ઢીલા પચે નહિ ચાલે. સંસારનો અંત લાવવો છે ને ? સંસારનો અંત લાવવાની ઈચ્છા નહિ હોય અને માત્ર દુઃખનો અંત લાવવાની ઈચ્છા હોય તો આ દોષોનું નિવારણ કરવાનું શક્ય નહિ બને.
સપૌષધ કરતાં પૂજામાં રસ વધારે હોય માટે તિથિએ પૌષધ ન કરે તો ચાલે ?
પૌષધ થઈ શકે એવો ન હોય ને પૂજા કરે એ બને, પરંતુ પૂજામાં રસ વધારે છે માટે પૌષધ કરવો નથી તેથી પૂજા કરતો હોય તો ન ચાલે. આપણો રસ કામ ન લાગે, આજ્ઞાનો રસ કેળવતાં થઈ જવું. આ આસંગદોષ ટાળવા માટે અનુષ્ઠાન પ્રત્યે રાગ કરવાના બદલે પરમાત્માના પરમતારક વચનનો વિચાર કરીને માત્ર વચનપાલન માટે તે તે કાળે વિહિત તે તે અનુષ્ઠાન પ્રત્યે રુચિ કેળવવી જોઈએ. એક અનુષ્ઠાનની રુચિ મોક્ષપ્રાપ્તિનો અવરોધ કઈ રીતે કરે છે તે સમજાવવા માટે અગિયારમી ગાથાની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી ગૌતમસ્વામી મહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે. શ્રી ગૌતમસ્વામી મહારાજાને પરમાત્મા પ્રત્યે સ્નેહરાગ હોવાથી તેમનું ગુરુભક્તિરૂપ અનુષ્ઠાન; આસંગદોષથી યુક્ત હોવાથી તેમને છઠ્ઠા-સાતમા ગુણઠાણે જ રાખનારું બન્યું, મોહનું ઉમૂલન કરાવવા દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ ન નીવડ્યું. જ્યારે એ આસંગદોષ દૂર કર્યો ત્યારે ક્ષણવારમાં મોહને છેદીને કેવળજ્ઞાન પામી ગયા. કર્તવ્ય ખાતર મોહનો ત્યાગ કરતાં આવડે તો આસંગદોષ ટાળી શકાય. માતાપિતાનો રાગ ગમે તેટલો સારો પણ કમાવવા જતી વખતે તે રાગને આગળ કરાય કે રાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org