Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 138
________________ ને એટલી જ સ્થિતિ રહે તો ધંધો સારો ચાલે છે એમ કહો ? મળેલા ધનમાં સંતોષ માની બેઠેલા જેમ બજારમાં આગળ ના વધી શકે તેમ મળેલા ગુણમાં સંતોષ માની બેઠેલા યોગમાર્ગમાં આગળ ન વધી શકે. સમ્યકત્વમાં સંતોષ માને તેને દેશવિરતિ ન મળે, દેશવિરતિમાં સંતોષ માને તેને સર્વવિરતિ ન મળે ને સર્વવિરતિમાં સંતોષ માને તેને વીતરાગતા ન મળે. જે આગળના ગુણઠાણે જવા માટે પ્રયત્ન કરે તેનું જ ગુણઠાણું ટકે અને તેનું ગુણઠાણું ફળે. માટે જ તો કહ્યું છે કે સમ્યત્વ માટે જે પ્રયત્ન કરે તે મંદમિથ્યાત્વી. સર્વવિરતિ માટે પ્રયત્ન કરે તે સમકિતી અને દેશવિરતિ, તેમ જ વીતરાગતા માટે પ્રયત્ન કરે તે સર્વવિરતિધર. સવ દેશવિરતિમાં સંતોષ ન હોય પણ ચારિત્રમોહનીયમ ગાઢ હોય તો સર્વવિરતિ ન મળે ને ? કર્મ ગાઢ હોય તો વાંધો નહિ, ઢીલાં પાડવાનું મન છે કે નહિ ? આગળ વધવાનું મન છે કે નહિ ? સવ મન તો હોય, પણ શક્તિ હોય તો આગળ વધાય ને ? શકિત હોય તો આગળ વધાય કે શક્તિ મેળવીને આગળ વધવાનું ? શક્તિ હોય તો ધંધો કરવાનો કે શક્તિ મેળવીને ધંધો કરવાનો ? શક્તિ હોય તેટલું ખાવાનું કે પાચનશક્તિ મંદ પડી હોય તો દવા લઈને પાચનશક્તિ વધારીને ખાવાનું ? ત્યાં બધે શક્તિ મેળવીને વાપરવી છે અને અહીં છતી શક્તિ ગોપવવાનું ચાલુ હોય તો ક્યાંથી મેળ ખાય ? ધર્મસ્થાનમાં શક્તિ મેળવવા માટે આવવાનું હતું એના બદલે જેટલી મળી છે એટલી પણ શકિત વાપરવાની તૈયારી ન હોય તો, કર્મ ગાઢ નહિ હોય તો ય ગાઢ બનશે. કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146