Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 136
________________ વર્ણવ્યો છે. કાંટો કાઢવા માટે કાંટો હાથમાં લેવો પડે ને ? અને કાંટો નીકળી ગયા પછી હાથમાં લીધેલો કાંટો પણ ફેંકી દેવાનો ને? એમ અહીં પણ સાત દોષ કાઢવા માટે આસંગ રાખવાનો, સાત દોષ ગયા પછી, આસંગને રાખી નહિ મૂકવાનો. અત્યારે આપણે જે અવસ્થામાં જીવીએ છીએ તે અવસ્થામાં આસંગ ગુણરૂપ હોવા છતાં જે કક્ષામાં એ દોષ નડે છે તે કેવી રીતે નડે છે તે સમજાવવા માટે અને આસંગદોષને ટાળ્યા વગર સિદ્ધિ મળતી જ નથી તે જણાવવા માટે આસંગદોષનું વર્ણન કરવું છે. આસંગદોષને જણાવતાં અગિયારમી ગાથામાં ફરમાવ્યું છે કે आसङ्गेप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥ १९ ॥ આસંગદોષ હોય ત્યારે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ મળતું નથી. કારણ કે આવું દોષવાળું અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રમાં વિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન તો કોઈ પણ જાતના સંગ એટલે કે રાગ વિના નિરન્તરપણે (સતત) કરવાયોગ્ય છે. તેથી ‘આ જ સુંદર છે' આવા પ્રકારના અનુષ્ઠાન પ્રત્યેના આસંગરૂપ દોષથી યુક્ત અનુષ્ઠાન નિષ્ફળ છે. આસંગદોષની હાજરીમાં મોક્ષસાધક બધાં અંગ મળવા છતાં મોક્ષરૂપ ફળ નથી મળતું, તેથી અનુષ્ઠાન અફળનિષ્ફળ મનાય છે. શાસ્ત્રમાં જણાવેલું પણ અનુષ્ઠાન આપણા રાગના સંગથી રહિત હોય અને આજ્ઞા પ્રત્યેના બહુમાનથી યુક્ત હોય તો જ તે પરમકોટિનું બને છે અને પરમકોટિનું અનુષ્ઠાન જ ઈષ્ટ એવા મોક્ષરૂપ ફળને સારી રીતે આપે છે. જેને સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તેને સાધન પ્રત્યે રાગ થાય એ ન પાલવે. જ્યાં ઊભા છીએ એ જ સારું છે-એવું લાગે તો (૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146