________________
આગળ ન વધાય, ઈષ્ટ સ્થાને ન પહોંચાય. ઈષ્ટ સ્થાને પહોંચાડનાર વાહન ગમે તેટલું સુંદર હોય, વેગવત્તું હોય, ઠંડકનો અનુભવ કરાવતું હોય પણ એ વાહનમાં જ બેસી રહો તો ઈષ્ટ સ્થાને પહોંચો ખરા ? ઘરનાં પગથિયાં સ્ફટિકનાં બનાવેલાં હોય કે આરસપહાણનાં બનાવેલાં હોય, પગથિયાં ઉપર હવા પણ સારી આવતી હોય છતાં ઘરમાં જવું હોય તો પથિયું છોડ્યા વગર ન જવાય ને ? તેમ સાતમું ગુણઠાણું ગમે તેટલું નિરતિચાર હોય, અપ્રમત્ત અવસ્થાવાળું હોય તોય છેવટે પગથિયારૂપ છે. જો મોક્ષમાં જવું હશે તો એ છોડવું જ પડશે, એની પ્રીતિ રાખ્યું નહિ ચાલે. આસંગદોષના કારણે સ્થિતિ ટકી રહેશે પણ પ્રગતિ નહિ થાય. અનુષ્ઠાન અભ્યાસના કારણે ગમે તેટલું આત્મસાત્ કર્યું હોય પરંતુ આસંગદોષ ટાળવામાં ન આવે તો ઈષ્ટસ્થાન સુધી નહિ પહોંચાય. ભવ અને મોક્ષમાં સમાનબુદ્ધિ આવ્યા વગર આઠમે ગુણઠાણે ન જવાય તો અનુષ્ઠાનની પ્રીતિ લઈને આઠમે ક્યાંથી જવાય ? સાતમું ગુણઠાણું ક્ષયોપશમભાવનું છે, ક્ષાયિકભાવ તો તેરમે ગુણઠાણે છે. ક્ષયોપશમભાવ પણ નાશવંત છે માટે ત્યાં લાંબો કાળ સ્થિર નહિ રહેવાય, તેથી ક્ષાયિકભાવમાં જવા તૈયાર થવું જ પડશે. ક્ષયોપશમભાવ છોડીને ક્ષાયિકભાવમાં જવા મહેનત નહિ કરીએ તો પાછા ઔયિકભાવમાં જવાનો વખત આવશે-માટે જે છે એ સરસ છે-એમ માની બેસી નથી રહેવું. અપૂર્ણતામાં સંતોષ ઃ એ પૂર્ણતાનો અવરોધક છે. તમને પણ આનો અનુભવ છે ને ? તમારા ધંધામાં તમે આગળ વધવા મહેનત કરો છો કે જે છે તેમાં બરાબર છે એમ માનીને બેસી રહો ? જેટલી સ્થિતિ હોય, એટલી
aaaaaaax 937 ää¤Ãä
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org