________________
દબાવીને જવું પડે છે તેમ અનુષ્ઠાનનો રાગ ગમે તેટલો સારો હોવા છતાં તે રાગ કાઢીએ તો જ વીતરાગ થવાય. મોહ ખાતર કર્તવ્યને ચૂકી જવું તેનું નામ આસંગદોષ. અહીં શાસ્ત્રકાર શ્રી ગૌતમસ્વામીજીનું દષ્ટાંત આપ્યું છે અને આસંગદોષને જાણવા માટે એ ઉપયોગી છે, માટે સમજી લેવું છે. બાકી આપણને તો શ્રી ગૌતમસ્વામી મહારાજા જેવી ગુરુભક્તિ મળે તો ય કામ થઈ જાય : એવી અવસ્થા છે. શ્રી ગૌતમસ્વામી મહારાજાનો ભગવાન પ્રત્યેનો સ્નેહરાગ પણ ગુરુભક્તિ માટે થયો, પરમગુરુ એવા પરમાત્માના હૈયામાં પેસવા માટેનો એ રાગ ન હતો. જ્યારે આજે આપણું ગુરુ પ્રત્યેનું બહુમાન પણ લગભગ ગુરુભગવંતના હૈયામાં પેસવા માટેનું હોય-એવું લાગે છે. કેટલો પંથ કાપવાનો બાકી છે-એ વિચારી લેવું. શાસ્ત્રકારો તારક એવાં અનુષ્ઠાન ઉપર પણ રાગ કરવાની ના પાડે છે, આપણે મારક એવાં સંસારનાં સુખો અને એ સુખનાં સાધનો ઉપરથી પણ રાગ ખસેડી શકતા ન હોઈએ તો આપણું શું થશે ? આ અવસ્થામાંથી બહાર નીકળવા માટે પુરુષાર્થ આપણે જ કરવો પડશે. સંસારના સુખનો રાગ દૂર ન કરી શકીએ ત્યાં સુધી પણ એટલું તો નક્કી કરી લેવું છે કે આ રાગ સફળ ન થાય અર્થાત્ આપણું ધાર્યું સુખ ન મળે તો રોવા નથી બેસવું, દીનતા નથી રાખવી. મારા ભગવાને સુખ ઉપર રાગ કરવાની ના પાડી છે, સુખ ન મળ્યું તો સારું થયું કે રાગનું નિમિત્ત તો ટળ્યું-એમ સમજીને સ્વસ્થતા જાળવી રાખવી છે-આમાં તો કાંઈ વાંધો નથી ને ? સુખ ન મળે તો દીન ન બનવું એ સુખના રાગને મારવાનો પહેલો ઉપાય છે, સુખ મળ્યા પછી તેને ટાળવા માટે પ્રયત્ન કરવો તે રાગને મારવાનો બીજો ઉપાય અને ટાળ્યા પછી પણ ન ટળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org