________________
મળે છે. સાતમા ગુણઠાણે કેવળજ્ઞાનાદિ ગુણમય શુદ્ધ આત્મસ્વરૂપ જોવાની તાલાવેલી જાગે તો સાતમા ગુણઠાણાના અંતે આઠમો આસંગદોષ ટળી જવાના કારણે સામર્થ્યયોગના પહેલા પગથિયારૂપ આઠમું ગુણઠાણું અને આઠમી દષ્ટિ મળે છે. આઠમું ગુણઠાણું મળ્યા પછી અંતમૂહર્તમાં વીતરાગતા અને કેવળજ્ઞાન મળે છે...આ રીતે આઠ દોષો દૂર થવાના કારણે યોગની સાધના પૂર્ણતાને પામે છે.
આસંગ એટલે વિહિત એવા અનુષ્ઠાન પ્રત્યેનો તીવ્ર રાગ. પોતે જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનમાં વિહિત (આજ્ઞા મુજબનું) એવા અન્ય અનુષ્ઠાન કરતાં અતિશય પ્રીતિ હોય તેને આસંગ કહેવાય છે. આપણી ભાષામાં કહીએ તો આસંગ એટલે એક પ્રકારનો પ્રશસ્ત રાગ. આપણા અનુષ્ઠાન પ્રત્યે અત્યંત પ્રીતિ હોવાથી આપણી પાસે જે ધર્મ છે તેનાથી ચઢિયાતો ધર્મ પ્રાપ્ત થતો નથી. મળેલા ગુણનો સંતોષ, ચઢિયાતા ગુણની પ્રાપ્તિથી દૂર રાખે છે, માટે આ આસંગને શાસ્ત્રકારોએ દોષ તરીકે વર્ણવ્યો છે. આસંગને દોષ તરીકે વર્ણવેલો હોવા છતાં વર્તમાનમાં આપણા માટે ગુણરૂપ છે. આસંગ દોષ ખરાબ ખરો, પરંતુ જેના સાત દોષ ટળી ગયા હોય એને માટે. બાકી સાત દોષ જેને નડતા હોય તેને તો એ સાત દોષ કાઢવા માટે આસંગ કામ લાગે એવો છે. જેને વિહિત અનુષ્ઠાન ઉપર અત્યંત પ્રીતિ હોય તેને એ અનુષ્ઠાનમાં થાક લાગે ? એમાં કંટાળો આવે ? એમાં ચિત્ત વિચલિત થાય ? ચિત્તની પ્રસન્નતા હણાય ? અનુષ્ઠાન કરતી વખતે અનુપયોગદશા હોય ? અન્ય ક્ષિામાં ઉપયોગ જાય ? પ્રમાદ નડે ? નહિ ને ? તેથી સાત દોષ કાઢવા પહેલાં આસંગને દોષરૂપ માની કાઢવાની જરૂર નથી, સાતને કાઢીને પછી એને કાઢવાનો છે માટે એને છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org