________________
આપણી દૃષ્ટિ ફેરવીએ અને વૃત્તિ બદલીએ તો આજે પણ આ શક્ય બનાવી શકાય એવું છે. બાકી આપણે વર્તમાનમાં જે રીતે જીવી રહ્યા છીએ એ જીવનપદ્ધતિ જોતાં અતિચારો ટાળીને ધર્મ કરવાનું કામ કપરું છે, એમ લાગ્યા વગર નહિ રહે. આ રોગ દોષનું વર્ણન સાંભળી અતિચારની દૂષક્તા અને નિરતિચારચારિત્રની તારક્તા સાધુસાધ્વી સમજી લે તો તેમને આપણે ક્યાં ઊભા છીએ ને આપણે ક્યાં સુધી પહોંચવાનું છે એ બે વચ્ચેનું અંતર જણાયા વગર નહિ રહે. દોષપૂર્ણતાને લઈને અતિચાર કે અનાચારભર્યું જીવન ટાળી ન શકીએ તો ય; આપણા દોષોને સંપૂર્ણપણે ઓળખી લઈને, સ્વીકારી લઈએ તો આપણે લોકો કરતાં મહાન છીએ, બહુ સારું સાધુપણું પાળીએ છીએ, ઉક્ટ આરાધના કરીએ છીએ...” આવા બધા ઘાતક પરિણામોથી ચોક્કસ બચી શકીશું.
સાધુસાધ્વીને જેમ અનાગત દુ:ખના ભયે અતિચાર સેવવાની ના પાડવી છે તેમ તમને પણ એક નિયમ આપવો છે કે આજે આ રોગ દોષનું વર્ણન સાંભળી આપણે અનાગત(ભવિષ્યના) સુખની લાલચે પાપ નથી કરવું. આટલું તો બનશે ને ? ધર્માત્મા તો પોતાના સુખ માટે પાપ કરવા રાજી હોય જ નહિ. છતાં સંસારમાં રહ્યા છો, સુખનો રાગ ગયો નથી તેથી વર્તમાનમાં સુખ મેળવવા માટે પાપ કરવાનું ટાળી ન શક્તા હો તો ય અનાગત સુખ માટે પાપ નથી કરવું-આટલું નક્કી કરવું છે ? ધંધામાં અનીતિ કરો છો તે વર્તમાન સુખ માટે છે કે અનાગત સુખ માટે છે ? અનીતિ ન કરો તો વર્તમાનમાં સુખે જીવી શકાય ને ? પેટભર ખાવાનું અને સાંધ્યા વગરનાં વસ્ત્રો મળી રહે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org