________________
આવ્યા વગર નહિ રહે, એના ભયથી વર્તમાનની સાધના ચૂકવી નથી. તમે પણ શું કરો છો ? તાવ આવશે માટે ધંધે ન જાઓ કે તાવ આવ્યો હોય તો ન જાઓ !
સ૦ તાવ આવ્યો હોય તો ય જઈએ, જવું જ પડે. જો ત્યાં વર્તમાન દુ:ખને ગણકાર્યા વગર અતિચાર ટાળીને આચાર બરાબર પાળી શકાતા હોય તો અહીં કાંઈ વાંધો ન આવે ને ? સ૦ સાધુસાધ્વી નવકારશી કરે તો ય આચાર જ ગણાય
ને ?
અસહિષ્ણુતાના કારણે (ભૂખ સહન ન થતી હોય તો) કરે તો આચાર. બાકી છતી શક્તિએ નવકારશી કરે તો અતિચાર જ નહિ અનાચારકોટિમાં જાય અને એમાં ય આંચકો ન લાગે, ઉપાદેયબુદ્ધિ આવે તો ગુણઠાણું ય જાય. ઉત્સર્ગના સ્થાને અપવાદ સેવે તો અધર્મ, અપવાદના સ્થાને અપવાદ સેવે તો અધર્મ નહિ. અપવાદના સ્થાને ઉત્સર્ગ સેવે તોય અધર્મ થાય. ઉત્સર્ગ અને અપવાદનો જ્ઞાતા સાધુ પોતાની મર્યાદાનું પાલન કરે, ઉલ્લંઘન ન કરે તો અતિચારથી બચી શકે. દુઃખ વેઠ્યા વગર તો નાનામાં નાનો ધર્મ પણ કરી શકાય એવો નથી. એક નવકારશીનું પચ્ચક્ખાણ પણ જો અતિચાર લગાડ્યા વગર કરવું હોય તો સૂર્યોદય પહેલાં ઊઠવું પડે. સૂર્યોદય પછી નવકારશીનું પચ્ચખ્ખાણ લઈએ તો અતિચાર લાગે. તમે હો કે અમે હોઈએ અતિચાર ટાળીને આરાધના કરવાનું કામ આપણે ધારીએ એટલું સહેલું તો નથી, પરંતુ જો કોઈ એમ કહેતું હોય કે આજના કાળમાં નિરતિચારચારિત્ર પાળવાનું અશક્ય છે-તો એ ખોટું છે : એટલું માત્ર આપણે સમજી લેવું છે.
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org