________________
સ) અનીતિથી પૈસા કમાવવાનું બંધ કેવી રીતે કરવું ?
જેટલું હોય તેટલાથી ચલાવી લેવું, જેટલું મળે તેમાં સંતોષ માનવો. રોટલી અને દાળ બે દ્રવ્ય વાપરીએ તો પેટ ભરાય ને કે ભૂખ્યા રહો ?
સવ પહેલેથી મિષ્ટાન્ન ખાવાની ટેવ પડી હોય તો ?
ડાયાબિટિસ થાય કે કેન્સર થાય તો શું કરો છો ? પહેલેથી ખાતાં હોવા છતાં છોડો છો ને ? મોળું મોઢામાં જતું ન હોય છતાં પરાણે નાંખો છો ને ?
સત્યાં મરણનો ભય છે, શરીર સાચવવું છે.
તો અહીં પણ પાપનો ભય છે માટે છોડી દેવું છે, ભગવાનનું વચન સાચવવું છે, માટે નથી વાપરવું. કર્મ છોડાવે ત્યારે છોડવું છે કે ભગવાનનું કહ્યું માની ડાહ્યા થઈને ચેતી જવું છે ? મારા ભગવાને અનીતિ કરવાની ના પાડી છે, ભૂખ્યો મરીશ કે બે વસ્તુ ઓછી ખાઈશ તો ચાલશે પણ અનીતિનું પાપ કરીને લહેર નથી કરવી' આટલું સત્ત્વ કેળવતાં શીખી જાઓ તો ગૃહસ્થપણાનાં પાપોથી બચાશે, સાધુપણું વહેલું ઉદયમાં આવશે અને સાધુપણામાં આવ્યા પછી પણ આ રોગાદિ દોષો ન નડે એવી અવસ્થા પામી શકાશે. ૮. આસંગ :
પાંચમી દષ્ટિમાં પાંચમો ભાન્તિ નામનો દોષ ટળી જવાના કારણે સમ્યકત્વ મળે છે. પાંચમા ગુણઠાણાના અંતે છઠ્ઠો અન્યમુદ્દોષ જવાના કારણે છઠું ગુણઠાણું મળે છે. છઠ્ઠા ગુણઠાણે સાધુપણું મળ્યા પછી તે નિરતિચારપણે પાળવા માટે મહેનત કરે તો છઠ્ઠાના અંતે સાતમો રાગદોષ જવાથી સાતમું અપ્રમત્ત ગુણઠાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org