________________
એવી રીતે અહીં પોક મૂકીને ક્યારે રડ્યા ? પીડા ને ભંગ તો રોજના ચાલુ છે છતાં મજેથી જીવતા હોઈએ તો માનવું પડે ને કે મહારોગ લાગુ પડ્યો છે ? શાસ્ત્રકારો આપણને પોક મૂકીને રડવાનો વખત ન આવે તે માટે પહેલેથી ચેતવે છે, જ્યારે આપણું સર્વસ્વ લૂંટાયા પછી પણ આપણને અસર ન થતી હોય તો તેનું કારણ વિચારવું પડે ને ? એ માટે રોગદોષની ભયંકરતા સમજી લેવી છે. સાતિચાર ચારિત્ર પણ થોડુંઘણું ફળ તો આપે ને ? આવી શંકાના નિરાકરણમાં, આ રોગદોષનું વર્ણન કરતાં દસમી ગાથામાં ગ્રંથકારશ્રીએ જે ફરમાવ્યું છે તે યાદ રાખી લેવું. रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ॥१०॥.
રોગ નામનો ચિત્તદોષ હોય, ત્યારે અનુષ્ઠાનસામાન્યનો અર્થાત્ અનુષ્ઠાનની અનુષ્ઠાનત્વ જાતિનો ઉચ્છેદ થવાથી, જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરીને ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી. આ રીતે એ અનુષ્ઠાન, અનનુષ્ઠાનસ્વરૂપ અર્થાત્ અનુષ્ઠાન ન કરવા જેવું થવાથી વધ્યફળવાળું છે એટલે નિષ્ફળ જાય છે.
ગાથામાં ગ્રંથકારશ્રીએ નિયમે કરીને' અર્થાત્ ચોક્કસપણે સાતિચાર અનુષ્ઠાન નિષ્ફળ જાય છે એમ જણાવ્યું છે તેના ઉપરથી સમજી શકાય છે કે નિરતિચાર અનુષ્ઠાન વિના ફળ મળે નહિ અને સાતિચાર અનુષ્ઠાનથી જે મળે તેને ફળ કહેવાય નહિ. અતિચારના કારણે અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ (અનુષ્ઠાનપણું) રહેતું નથી. અનુષ્ઠાનત્વ એ અનુષ્ઠાનનું સ્વરૂપ છે. ઝેરનું ટીપું સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org