________________
આચારના પાલનમાં જે કાંઈ સ્મલના થાય તેને અતિચાર કહેવાય. સાધુપણામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય : આ પાંચ ગુણોને નિર્મળ બનાવવા માટે પાંચ આચાર બતાવ્યા છે. એ પાંચ આચારનું પાલન ન કરે, કરે તો આજ્ઞા મુજબ ન કરે, જેમતેમ કરે તો તે તે આચારમાં અતિચાર લાગે છે. ભગવાને જે કીધું હોય તે ન કરવું અને ન કીધું હોય તે કરવું તેનું નામ અતિચાર. અતિચારના કારણે આચાર ખંડિત થાય છે જ્યારે અનાચારના કારણે આચાર નાશ પામે છે. સાધુભગવંત સ્વાધ્યાયના કાળે ન ભણે અને અકાળે ભણવા બેસે, દિવસે ભગત સાથે વાતોના તડાકા મારે ને સંધ્યા સમયે અંધારું થાય ત્યાં સુધી પુસ્તક લઈને ગોખ્યા કરે તો જ્ઞાનાચારના પાલનમાં અતિચાર લાગે. સ્વાધ્યાય કરતી વખતે બીજે આનંદ ન હોય છતાં સ્વાધ્યાય ઝોલાં ખાતાં ખાતાં કરે, ઉપેક્ષાપૂર્વક કરે, વિનય-બહુમાનપૂર્વક ન કરે, પરસેવાવાળા હાથ પુસ્તકને લગાડે, પુસ્તક વગેરે જ્ઞાનનાં સાધન નાભિથી ઉપરના ભાગમાં ન રાખે, જ્યાં-ત્યાં રખડતાં રાખે, વ્યવસ્થિત ગોઠવીને ન મૂકે, સ્વાધ્યાય વગેરેનાં સૂત્રો ઝપાટાબંધ અસ્પષ્ટ રીતે બોલે, પોતાની આવડતનો ગર્વ કરે, બીજા અણઆવડતવાળા કે ઓછી આવડતવાળાની હાંસી-મશ્કરી કરે. આ બધા જ્ઞાનાચારના અતિચારો છે. કોઈ કોઈ વાર આ રીતે થાય તો તે અતિચાર, પરંતુ વારંવાર રોજ આ પ્રમાણે ચાલ્યા કરે તો એ અતિચારો અનાચારસ્વરૂપ બનતાં વાર ન લાગે. આ જ રીતે દર્શનાચાર વગેરેના પણ અતિચારો બતાવ્યા છે. સાધુપણામાં સિત્તેર પ્રકારની ચરણસિત્તરી અને સિત્તેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org