________________
વળગી ન રહીએ તે આપણું કલ્યાણ ક્યાંથી થાય ?
સવ સાધુને સંસારી નામથી ન બોલાવાય ?
સંસારનો સંબંધ જેમણે છોડ્યો છે તેમને સંસારનો સંબંધ યાદ આવે એવું એકે વર્તન આપણે નથી કરવું. તમારે પણ સંસાર છોડવો છે ને ? તો બીજાને સંસાર યાદ આવે, એવી પ્રવૃત્તિ નથી કરવી.
સવ સાધુભગવંત પોતે પોતાને એ નામે ઓળખાવે તો ?
એવા વખતે આપણું ચાલે તો તેમને વિનયપૂર્વક સમજાવીને વારવા માટે, તેમનો સંસાર ભુલાવવા માટે પ્રયત્ન કરવો, નહિ તો તેવાઓથી આપણે આઘા રહેવું. પરંતુ આપણે પોતે બીજાને સંસાર યાદ કરાવવામાં નિમિત્ત બની આપણું સાધુપણું દુર્લભ નથી બનાવવું. આપણે બીજાને સંસાર ન ભુલાવી શકીએ તો ય પરિચય તો એવા જ સાધુઓનો કરવો કે જેઓ સંસાર ભૂલીને બેઠા હોય, એક સંસાર છોડીને બીજો સંસાર ઊભો ન કરતા હોય અને આપણા પણ સંસારને ભુલાવી દેતા હોય. સંસાર જ્યાં સુધી છોડી ન શકાય ત્યાં સુધી જ્યાં સંસાર ભૂલી શકીએ એવાં સ્થાનોમાં અવારનવાર જઈએ તો આપણો સંસારનો રસ સુકાયા વગર નહિ રહે. ૭. રોગ દોષ :
સાતમો રોગ નામનો દોષ છે. રોગ એટલે અતિચાર. અન્યમુદ્ર દોષ ટળી જાય એટલે જે ક્યિા કરે છે તેમાં જ રસ હોય છે, તેનાથી અન્ય ક્રિયામાં પ્રીતિ નથી હોતી છતાં પ્રમાદ વગેરેના કારણે એ ક્રિયામાં અતિચાર સેવવાનું બને છે તેને રોગદોષ કહેવાય છે.
Jain Education International
mational
For Private & Personal Use Only
www.jainelibrary.org