________________
છે કે ભગવાનની ત્રિકાળ પૂજા કરતાં પણ ભગવાનની આજ્ઞાનું પાલન મહાન છે, તો આજ્ઞાનો ભોગ લેવાય એવી રીતે એક પણ અનુષ્ઠાન કેવી રીતે કરાય ?
સભગવાનની આજ્ઞાનું પાલન ઘણું અઘરું છે.
તમને આ બધું અઘરું કેમ લાગે છે ? અર્થ માટે અને કામ માટે આખી દુનિયાની આજ્ઞા માનનારાને ધર્મ માટે કે મોક્ષ માટે ભગવાનની આજ્ઞા માનવાની અઘરી લાગે ? તમે તો આજ્ઞા પાળવા ટેવાયેલા છો, માત્ર પાત્ર બદલવાની જરૂર છે. લોકોત્તરમાર્ગમાં ને લૌકિકમાર્ગમાં જે કોઈ ભેદ છે તે આશયભેદના કારણે છે. બાકી જેને જે પામવું છે તેની પ્રત્યેના અવરોધો એકસરખા છે, અવરોધો ટાળવાનો ઉપાય પણ સરખો છે. ત્યાં સંસારનું-અર્થકામનું સુખ મેળવવા માટે પ્રયત્ન ચાલે છે જ્યારે અહીં સંસારનું સુખ છોડી સાધુપણાનો ધર્મ અને આગળ વધીને મોક્ષનું સુખ પામવા માટેનો પ્રયત્ન ચાલે છે, બાકી પદ્ધતિ તો એકસરખી જ છે. ત્યાં માતાપિતાની આજ્ઞા માનવાની-સેવા કરવાની, અહીં ગુરુની આજ્ઞા માનવાની-સેવા કરવાની. માતાપિતાને છોડીને ગુરને માથે રાખવા તેનું નામ સાધુપણું. માતાપિતા ઉપકારી નથી માટે છોડવાનાં છે એવું નથી. માતાપિતા ઉપકારક હોવા છતાં તારક નથી બની શકતા માટે તેમને છોડવાનાં છે અને ગુરુ તારક હોવાથી તેમને સ્વીકારવાના છે. માતાનું વાત્સલ્ય મૂકીને સાધુ બનેલા, ગુરુમાં તારતા જોવાના બદલે વાત્સલ્ય શોધ્યા કરે તો માનવું પડે કે તેમનો સંસારત્યાગનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org