________________
વિતરાગપરમાત્માની તારક્તા ઉપર બહુમાન જાગ્યું તો અન્યત્વભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પામી ગયા.
સવ અમને તારક પ્રત્યે બહુમાન કેમ નથી જાગતું ?
તરવું નથી માટે. વૈદ્ય પ્રત્યે બહુમાન કોને જાગે ? રોગ કાઢવો હોય તેને કે બીજાને ? તમારે સંસાર કાઢવો છે ? જેને તરવાની ભાવના જ ન હોય તેને તારનારા મળે કે ન મળે શું ફરક પડે ? બહુમાન સિદ્ધિના આશયમાંથી જન્મે છે. સિદ્ધિનો આશય જ ન હોય તો સાધન પર બહુમાન ક્યાંથી પ્રગટે છે જેને સિદ્ધિનો આશય જન્મે તેને તારક પ્રત્યે એવું બહુમાન જાગે કે જેથી તે ક્યારેય આજ્ઞાની ઉપરવટ ન થાય. ચોવીસે કલાક આજ્ઞા માનવાનું નક્કી કર્યા પછી પણ એ આજ્ઞા હણાતી હોય તો તે અન્યમુદ્રદોષના કારણે. જે કાળે જે ક્રિયા કરવાની હોય તે શરૂ ક્ય પછી તેમાં જ ઓતપ્રોત બની જવું; તે ક્રિયા દુઃખી થઈને નથી કરવી, અવિધિએ નથી કરવી, ઉપેક્ષાપૂર્વક પણ નથી કરવી, આશાના બહુમાનપૂર્વક કરવી છે અને એ કાર્ય પૂરું થયા વિના બીજું હાથમાં પણ ન લેવું અને બીજામાં મન પણ ન જોડવું, તો આ અન્યમુદ્દોષ સહેલાઈથી જીતી શકાશે. અન્યમુદ્દોષ આજ્ઞા ઉપર ઘા કરતો હોવાથી તેને આપણા જીવનમાંથી જલદીથી વિદાય આપવી છે. ગુરુભગવંતની આજ્ઞાથી કોઈ કામ કરવું પડે, તો તેમાં એકે દોષ નથી આવવાનો, પરંતુ આપણી ઈચ્છાના કારણે અન્યત્ર આનંદ આવે-એ અવસ્થામાંથી બહાર નીકળ્યા વગર નહિ ચાલે.
અન્યમુદ્રદોષના કારણે સાધુભગવંતનાં અનુષ્ઠાનો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org