________________
તપાસવામાં આવે તો તેમાં અન્યમુદ્દોષનો મોટો ફાળો છે-એમ લાગ્યા વગર નહિ રહે. આજ્ઞાની રુચિના બદલે અનુષ્ઠાનની રુચિ કેળવાય-એટલે આ દશા થાય. “મને આમાં મજા આવે છે, માટે હું આ કરું.’ આ અનુષ્ઠાનની રુચિ છે. કરવાનું ઈચ્છા મુજબ અને પાછું ભગવાનની આજ્ઞા માની એમ કહેવાય ! એના બદલે ઈચ્છા થાય કે ન થાય, રુચિ જાગે કે ન જાગે, મજા આવે કે ન આવે, આજ્ઞા છે તો કરી લેવું છે-આનું નામ આજ્ઞારુચિ. આજ્ઞામાં જે સુખ છે, જે કલ્યાણ છે તે આપણી ઈચ્છામાં નથી. ભગવાનની આજ્ઞા મુજબનું કોઈ પણ અનુષ્ઠાન એવું નથી કે જે બીજાની સાથે ટકરાય. આમ છતાં એક કરતી વખતે બીજાનો લોભ રાખીએ તો બંન્નેના ફળથી ભ્રષ્ટ થવાય.
સ0 આવો લોભ ગુણઠાણાના અભાવે જાગે ?
આમાં ગુણઠાણાની ખામી નથી, સંકલ્પબળની ખામી છે. દોષોમાં ઉપાદેયબુદ્ધિ ન હોય ત્યાં સુધી ગુણઠાણું તો ટકી જાય, પરંતુ આજ્ઞાપાલનનો સંકલ્પ કાચો હોવાથી આવો લોભ જાગે. આ લોભ જાગ્યા પછી તે વચનના અનાદર સુધી પહોંચે ત્યારે ગુણઠાણું ન રહે. એના બદલે સંકલ્પબળ મજબૂત બનાવતાં આવડે તો ગુણઠાણું ન હોય તોય ખેચી લવાય. એક વાર સંસારની અસારતાનું ભાન થાય, ભગવાનની તારક્તા પ્રત્યે બહુમાન જાગે તો સંકલ્પબળ એવું દૃઢ થાય કે બધા દોષોને પહોંચી વળાય. મરુદેવા માતા હજાર વરસ સુધી રડ્યા. પરંતુ જેવું સંસારનું સ્વરૂપ સમજાયું, પોતાની ભૂલ સમજાઈ, ‘ધિક્કાર છે મને !' આ પરિણામ જાગ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org