________________
જ વિહિત(કરવાયોગ્ય) ગણાય. તમારા ઘરનો નોકર બધાં જ કામ તમારા કીધે કરતો હોય છતાં દરેક કામ પોતપોતાના કાળે કરે તો બરાબર કહેવાય ને ? પાણી ભરવાના સમયે કચરો કાઢવા બેસે અને કચરો કાઢવાના સમયે કપડાં ધોવા બેસે-તો તે ચાલે ? નહિ ને ? તેમ અમારે ત્યાં પણ ‘જે જે સામાચારી' જણાવ્યું છે. માત્ર આચાર પાળવા એ સામાચારી નહિ; તે તે કાળે તે તે આચાર પાળવા તેનું નામ સામાચારી. જો બધા જ આચાર ગમે તે કાળે પાળવા છતાં નિર્જરાનું કારણ બનતા હોત તો જાણે જાહે સામાચારી' જણાવ્યું ન હોત, માત્ર આચારને જ સામાચારી કહી હોત. કીમતીમાં કીમતી અલંકાર પણ યોગ્ય સ્થાને ગોઠવવામાં આવે તો તે શોભાને વધારે, નહિ તો વિટંબનાનું કારણ બને. તેમ ઊંચામાં ઊંચું અનુષ્ઠાન પણ યોગ્ય કાળે કરવામાં આવે તો નિર્જરાનું કારણ બને અન્યથા કર્મબંધ કરાવવા દ્વારા મહાન અપાયને લાવી આપે. લગ્નપ્રસંગે પહેરવાનાં વસ્ત્રો ઊંચામાં ઊંચાં, પરંતુ એ સ્મશાને પહેરીને જાય તો ચાલે ? અને ઘરનાં કપડાં પહેરીને ધંધે જાય તે ય ચાલે ? બંન્ને કપડાં કામનાં, પણ પોતપોતાના અવસરે કામનાં. તેમ ભગવાને કીધેલી ક્રિયાઓ બધી જ સારામાં સારી અને તારનારી હોવા છતાં પોતપોતાના અવસરે જ તે ફળદાયી બને. ભગવાને ભાખેલી ક્રિયાઓ પોતપોતાના કાળે સમાન પ્રાધાન્યવાળી છે. કોઈ ક્રિયા આદરણીય કે કોઈ અનાદરણીય નથી. કોઈ વધુ આદરણીય કે કોઈ ઓછી આદરણીય પણ નથી. આમ છતાં એક ક્રિયા કરતી વખતે બીજી ઉપર વધુ આદર રાખવો એ વસ્તુત: તો
Jain Education International
૧૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org