________________
પ્રકારની કરણસિત્તરી : એ બેના મળીને એકસો ચાળીસ ગુણો થાય. એ ગુણોના પાલનમાં પ્રમાદાદિના કારણે જે કાંઈ કચાશ થાય તે બધી અતિચારસ્વરૂપ હોવાથી સાધુભગવંતના એકસો ને ચાળીસ અતિચાર જણાવ્યા છે. ગૃહસ્થના સમ્યક્ત્વમૂળ બાર વ્રતના એક સો ચોવીસ અતિચાર થાય, જ્યારે સાધુભગવંતના એક સો ચાળીસ અતિચાર બતાવ્યા છે. કારણ કે જેનો ધંધો મોટો તેને નુકસાન વધારે. જેનાં ઊજળાં વસ્ત્રો હોય તેને મેલ વધુ લાગે, જેનાં વસ્ત્રો મેલાં જ હોય તેને વધારે મેલ લાગે તો ય દેખાય નહિ. સાધુભગવંતનાં વ્રતો મોટાં છે, ગુણો અધિક છે અને વિશુદ્ધિ વધારે છે માટે તેમના અતિચાર પણ વધારે છે. જેમ ગુણોની પ્રાપ્તિ થતી જાય તેમ જવાબદારી વધતી જાય છે. એવા વખતે ક્રિયાઓ અભ્યાસથી આત્મસાત્ ન કરી હોય, સાવધાની-ઉપયોગ-ન રાખ્યો હોય તો અતિચાર લાગ્યા વગર ન રહે. તાદાત્મ્યભાવે-ઓતપ્રોત થઈને દિલ દઈને કામ કર્યું હોય તો એકે અતિચાર ન લાગે. અનુષ્ઠાન કરતી વખતે એક પણ અતિચાર ન સેવાય એની કાળજી રાખીએ તો રોગદોષ ટાળી શકાય. અતિચાર ટાળવાના બદલે અતિચારની તપાસ જ ન કરે, કેટલા અતિચાર સેવ્યા એનો ખ્યાલ જ ન રાખે તો મહારોગ લાગુ પડ્યો છે એમ માનવું. અનાજમાં કીડા પડવાના કારણે અનાજ નકામું થાય છે તેના જેવો આ રોગદોષ છે. ખેડૂતને લણવાના એક દિવસ પહેલાં જો કીડા પડી જાય તો તેવા વખતે ખેડૂતની શી હાલત થાય ? સ૦ પોક મૂકીને રડે.
(૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org