________________
સર્વ અનર્થોનું નિમિત્ત બને છે અને જે અનુષ્ઠાનમાં આનંદ છે તે અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ કરવા જેવું કામ અન્યમુદ્દોષના કારણે થાય છે. જે બીજથી ફળની પ્રાપ્તિ થવાની હોય તે બીજ ઉપર અંગારો ચંપાય તો શું હાલત થાય ? સાધુપણામાં આ અન્યમુદ્દોષ ટાળવામાં ન આવે તો દોષની આધીનતામાં જીવન પસાર થાય-એવું છે. એના બદલે જે સમયે જે ક્રિયા કરવાની હોય તેમાં પ્રીતિ કેળવી લે તો દોષરહિત જીવન જીવી શકાય.
સ૦ સાધુપણાની બધી ક્રિયા નિર્જરા કરાવે તો જેને જેમાં રુચિ હોય તે કરે તો શું વાંધો આવે ? - જ્યારે જે ક્ષિા વિહિત હોય, ત્યારે જ તે ક્યિા નિર્જરાનું કારણ બને. સારી પણ ક્રિયા અકાલે કે અસ્થાને કરે તો નિર્જરાનું નહિ, પણ વિરાધનાનું કારણ જ બને. સાધુભગવંત ગોચરી વાપરે તોય નિર્જરા જ કરે ને ? તો રાત્રે વાપરે એમાં કાંઈ વાંધો ખરો ?
સ0 રાત્રે ન વપરાય. કેમ ? સવ ભગવાને ના પાડી છે.
તેમ અહીં પણ જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન હોય તેનાથી અન્ય ક્રિયા, તે કાળે કરવાની ભગવાને ના પાડી છે. અન્ય ક્રિયા પણ ભગવાને કહેલી હોવા છતાં વર્તમાનમાં તેનો અવસર ન હોવાથી તે અવિહિત બની જાય છે. સાધુપણાની સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે બધી જ ક્રિયાઓ ભગવાને કહેલી હોવા છતાં દરેક ક્રિયા પોતપોતાના કાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org