________________
સંસારમાં પણ આ અન્યમુદ્દોષ પાલવે એવો નથી. બીજાનું ઘર સ્વર્ગ જેવું લાગે અને પોતાનું ઘર નરક જેવું લાગે એના કારણે વ્યવહારમાં પણ લોકો દુઃખી થાય છે. પોતાનું સારું ન લાગે અને બીજાનું સારું લાગે-એનું નામ અન્યમુદ્. તેવા વખતે પોતાના ઘરને સ્વર્ગ જેવું માને અને બીજાની સામે નજર જ ન કરે તો સુખેથી જીવી શકાય ને ? સાત પ્રકારના નયમાંથી જાસૂત્રનયની એ માન્યતા છે કે જે વસ્તુ આપણા કામમાં આવે તે જ વસ્તુ કહેવાય. જીવનો અનાદિનો એ સ્વભાવ છે કે તેને પરવસ્તુમાં જ આનંદ આવે, એવા વખતે પર ઉપરથી નજર ખસેડી સ્વ ઉપર સ્થિર કરે તો અન્યમાં આનંદ પામવાનો સ્વભાવ ટાળી શકાય. જે વખતે જે ક્રિયા કરવાની કહી હોય, તે વખતે એ જ ક્રિયા આપણા હિતનું કારણ બને, તેને બદલે અન્ય ક્રિયામાં રાગ કરવાથી આપણું હિત સધાય નહિ. સ્વાધ્યાય કરતી વખતે ચૈત્યવંદનમાં ચિત્ત હોય, વૈયાવચ્ચ કરતી વખતે સ્વાધ્યાયમાં ચિત્ત હોય, વાચના સાંભળતી વખતે ઓળો બાંધવામાં ચિત્ત હોય, ઓઘો બાંધતી વખતે કે પડિલેહણ વખતે ગાથા ગોખવામાં ચિત્ત હોય, ક્રિયા એક કરે અને ચિત્ત બીજે લાગેલું હોય તે અન્યમુદ્દોષ.
સ૦ ક્ષેપદોષમાં પણ ચિત્ત બીજે જાય છે ને ? તો બન્નેમાં ફરક શું ? - ક્ષેપદોષમાં વચ્ચે વચ્ચે ચિત્ત બીજે જાય છે અને તે પણ ચિત્તની ચંચળતાના કારણે જાય છે. જ્યારે અહીં અન્યમુદ્દોષમાં તો વિહિત ક્રિયા કરતાં અન્ય ક્રિયામાં અતિશય રાગ હોવાથી ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org