________________
વર્ણન ઉપેક્ષાપૂર્વક સાંભળવાની જરૂર નથી. આજે નહિ તો કાલે તમારે પણ સાધુ થવું છે ને ? તો એ સાધુપણાના પાલનમાં ક્યા
ક્યા અવરોધો આવે છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ ને ? સાધુપણામાં આવ્યા પછી પણ જે દોષોના કારણે પાછા પડાતું હોય તે દોષોના કારણે આપણું શું થશે-આટલો પણ વિચાર આવી જાય તો દોષોથી બચવા માટે સાવધાની કેળવવાનો પરિણામ જાગ્યા વગર નહિ રહે. જે સંસ્કાર અને જે સ્વભાવના કારણે સાધુપણામાં આ દોષો હેરાન કરે છે એ સંસ્કારને ભૂસવા માટે અને એ સ્વભાવને સુધારવા માટેની શરૂઆત જો ગૃહસ્થપણામાં કરવામાં આવે તો સાધુપણામાં આવ્યા પછી આ અવરોધ આપણને અટકાવી નહિ શકે. એમ સમજીને આ દોષોના વર્ણન વખતે સાધુભગવંત સામે નજર કરવાને બદલે તમારી જાતને નજર સામે રાખશો તો આ વર્ણન તમારા માટે પણ પરમલાભનું કારણ બન્યા વગર નહિ રહે.
જ્યારે જે ક્રિયાનો આરંભ ક્ય હોય ત્યારે તે કિયાથી અન્ય ક્રિયામાં જે આનંદ હોય તેને અન્યમુદ્ર નામનો દોષ કહેવાય છે. સાધુભગવંતને તે તે કાળે તે તે ક્યિા કરવાનું વિધાન શાસ્ત્રમાં છે. જે કાળે જે અનુષ્ઠાન કરવાનું શરૂ કર્યું હોય તેના કરતાં બીજા અનુષ્ઠાન ઉપર અત્યંત રુચિ હોવાના કારણે ચાલુ ક્રિયામાં ભલીવાર આવતો નથી, તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે. સૂત્ર ભણતી વખતે અર્થ ભણવાનો રસ હોય, અર્થ ભણતી વખતે સૂત્ર ગોખવામાં રસ હોય; એનું નામ અન્યમુદ્ર તમારી ભાષામાં કહીએ તો પારકે ભાણે લાડવો મોટો લાગે : તેના જેવો આ અન્યમુદ્દોષ છે. તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org