________________
તમારા વ્યવહારમાં લાગુ પડે ત્યારે અહીં લગાડવા આવજો. સાવ રહી જાય એ ય ન ચાલે અને બે વાર થાય એ ય ન ચાલે. ખમીસ પહેર્યા વગર બહાર ન જવાય અને બે ખમીસ એકી સાથે પહેરીને ય બહાર ન જવાય. તેમ સાવ રહી જાય તોય ફળ ન મળે અને બે વાર થાય તો ય ઈષ્ટફળ ન મળે. ' સ0 ભ્રાન્તિદોષ શેના કારણે નડે ? - ઈષ્ટ સ્થાને પહોંચવાની તાલાવેલી નથી એના કારણે. ક્ષેપદોષમાં જેમ ચિત્ત વચ્ચે વચ્ચે બીજે જાય છે તેમ અહીં ચિત્ત બીજે નથી જતું પરંતુ જેમ નજરમાં દોષ હોય તો બે ચંદ્ર દેખાય, પીળિયો થાય ત્યારે ધોળું પણ પીળું દેખાય, રૂપેરી રંગમાં જેમ ચાંદીનો ભ્રમ થાય તેમ અનુપયોગના કારણે, આગળ વધીને ઉપેક્ષાના કારણે આવા પ્રકારનો ભ્રમ થતો હોય છે.
સવ દોષ નડે તેમાં કર્મ પણ કારણ ખરું ને ? | દુઃખ કર્મથી આવે કે કર્મ વગર ? પૈસા જાય તો કર્મના ઉદયે જાય ને ? અપમાન થાય તો કર્મના ઉદયે થાય ને ? દુઃખ અશાતા વેદનીયના ઉદયના કારણે આવે છે છતાં ડૉક્ટર પાસે દોડો છો ને ? લાભાન્તરાયનો ઉદય થાય તો પૈસા ન મળે, મળેલા પણ જતા રહે તો ય અનેક નુસખા અજમાવી, કાળાધોળાં કરીને પણ પૈસા કમાવાની મહેનત કરો ને ? અપયશનામકર્મનો ઉદય હોય ત્યારે જ કોઈ અપમાન કરે છે છતાં પોતાનો બચાવ કરવાનો, ખુલાસો કરીને પણ અપયશ ટાળવાનો પ્રયત્ન કરો છો ને ? માત્ર અહીં જ કર્મનો ઉદ્ય છે-એમ કહીને બેસી રહેવું છે ? દુઃખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org