________________
ફળને ક્યાંથી આપે ? ઉપયોગશૂન્ય ક્રિયાઓ ઈષ્ટ ફળ આપવાના બદલે અનિષ્ટ ફળને આપે છે તેનો અનુભવ તો તમને સારામાં સારો છે. રોગની ચિકિત્સા કરાવતી વખતે ચિત્ત ભ્રમિત થાય તો પરિણામ કેવું આવે છે દવા લીધી કે ન લીધી-એવો ભ્રમ થાય
ત્યારે દવા ન લીધી હોય ને લીધી છે એમ માનીને દવા ન લો તો રોગ ન જાય અને લીધી હોય છતાં નથી લીધી એમ માનીને લો તો આડઅસર થાય. રસોઈ કરતી વખતે પણ એવું જ છે ને ? દાળમાં મીઠું નાખ્યું કે ન નાખ્યું, ચામાં સાકર નાખી કે ન નાખી તેનો ભ્રમ થાય તો રસોઈ બગડે કે ખાવાલાયક રહે છે જે ક્યિા જે ફળને મેળવવા માટે શરૂ કરી હોય તે ક્રિયા તે ફળને તો ન આપે અને ઊલટું અનિષ્ટ ફળ આપે, તે ભ્રાન્તિદોષના કારણે. આ તો એવી દશા થઈ કે વિનય પ્રવુળો રયામા વાનરમ્ (ગયા હતા ગણપતિની મૂર્તિ બનાવવા અને બનાવી વાનરની મૂર્તિ) ગયા હતા મોક્ષ મેળવવા અને ઊભી કરી આવ્યા દુર્ગતિ. ગયા હતા સંસાર ટાળવા અને ટાળી આવ્યા મોક્ષને. જો ઈષ્ટફળને પામવાની તાલાવેલી હોય અને અનિષ્ટફળથી બચવું હોય તો આ ભ્રાન્તિદોષને દૂર કર્યા વગર નહિ ચાલે.
સ0 સાવ રહી જાય એના કરતાં બે વાર કરીએ તો વાંધો નહિ ને ?
તમારે ત્યાં એવું ચાલે છે ખરું? મીઠું સાવ રહી જાય એના કરતાં બે વાર નાંખીએ તો વાંધો નહિ ને ? ધિસ્થ થર્વ કમ્ (અધિક કરીએ તો અધિક ફળ મળે.) આ સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org