________________
પ્રાજ્ઞ બનાવી શકાય. જેમ જેમ કદાગ્રહ ટળે ને ઋજુતા આવે તેમ તેમ પ્રાજ્ઞતા આવતી જાય અને જેમ જેમ પ્રાજ્ઞ બનતો જાય તેમ તેમ પોતાનો આગ્રહ ઓસરતો જાય, પોતાની ઈચ્છાઓ પર કાપ મુકાય અને બીજાનું માનવાની વૃત્તિ કેળવાય. આ રીતે ઋજુતા પ્રગટે અને અજ્ઞાન નાશ પામે એટલે જ્ઞાનનો ધોધ વરસવા માંડે અને આરાધનાનું પૂર વહેવા માંડે.
સ૦ જડતાવાળાને સાચું કેવી રીતે સમજાવવું ?
લોકોને સમજાવવા માટે ધર્મ નથી, આપણી જાતને સમજાવવા માટે ધર્મ છે. આપણે સરળ બનીએ તો સાચું સમજી શકીએ, બીજાને સાચું સમજાવવા માટે સરળ બનાવવા નથી બેસવું.
સઆપણે સાચું જાણતા હોઈએ તો બીજાને ન સમજાવવું ?
સામો યોગ્ય હોય તો સમજાવવું અને અયોગ્ય હોય તો સમજાવવામાં ફાયદો નથી. બધા સાધુભગવંતોને પણ શાસ્ત્રમાં દેશનાનો અધિકાર નથી આપ્યો તો તમે શા માટે ઉપદેશ આપવાની ઉતાવળ કરો છો ?
સવ જે આપણને ગમે તે બીજાને આપવાનું મન થાય ને ?
પૈસો ગમે છે, છતાં બીજાને આપવાનું મન થાય છે ? પૈસો ગમવા છતાં આપવાની ઉતાવળ નથી કરતાં તો ઉપદેશ આપવાની ઉતાવળ શા માટે કરો છો ?
સ) સામો ખોટું કરતો હોય તો ? તો તેને અમારા જેવા પાસે લઈ આવવાનો. કોઈ માંદો પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org